તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પિતાની વાતમાં આવેલી યુવતી હરિયાણા ગયા બાદ પરત ન આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાની વાતમાં આવેલી યુવતી હરિયાણા ગયા બાદ પરત ન આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીને તેમના પિતાએ જબરદસ્તીથી બંધક બનાવી હોવાની વાપીના યુવકે ફરિયાદ નોંધાવી
યોગેન્દ્ર પટેલ. વાપી
સોશિયલ નેટવર્કિગ ઉપર પોતાને પ્રોજેક્ટ કરવાનો જોશ છે, તો શેયરિંગ પણ ઝનૂન છે. ચેટિંગમાં થોટ્સનું આદાન પ્રદાન છે, તો રોમાન્સ પણ કોઇ ઓછો નથી. આ વર્ચુયલ દુનિયામાં જયાં લોકો દરેક રીતે ઇન્જોય કરે છે ત્યાં કોઇક વાર વર્ચુયલ દુનિયા વાસ્તવિક બની જતી હોય છે. આવો જ એક કિસ્સો વર્ચુયલ દુનિયાથી પ્રસવ થઇને વાસ્તવિકતાને ભૂમિ ઉપર પરિપક્વ બન્યો છે. વાત જાણે અમે છે કે, વાપીમાં રહેતા મૂળ રાજસ્થાની મનોજ શર્મા ((નામ બદલ્યું છે)) વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. આજની યુવા પેઢીની માફક મનોજ પણ ફેસ બુક ઉપર ચેટિંગ કરીને પોતાનું સ્ટેટસ અપ ડેટ કરતો હતો. આ દરમિયાન વાપીથી હજ્જારો કિલોમીટર દૂર આવેલા હરિયાણાના એક શહેરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યશવંતિ સાથે પરિચય થયો હતો. સામાન્ય પરિચયથી વાત ક્યારે મિત્રતા અને ત્યારબાદ પ્રેમમાં પરિણમી તે કહેવું મુશ્કેલ છે. મનોજ અને યશવંતિ હવે વર્ચુયલ દુનિયાથી વાસ્તવિક દુનિયામાં આવી ગયા હતા.
આખરે મનોજ અને યશવંતિએ એક બે મુલાકાત કર્યા બાદ બંને એક બીજાને પસંદ કરતા લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. યશવંતિ એક દિવસ પિતાનું ઘર છોડીને હમેંશ માટે વાપી ખાતે મનોજ સાથે રહેવા માટે આવી હતી. મનોજે વાપી નજીકના એક ગામે મંદિરમાં હિ‌ન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરી લીધા હતા. ભવિષ્યમાં કોઇ યશવંતિના પરિવાર તરફથી કાયદાકીય રીતે વાંધો ન આવે તે માટે રજીસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોધણી પણ કરાવી લીધી હતી. મનોજ અને યશવંતિ હવે વાપીમાં પતિ અને પત્ની તરીકે સુખેથી રહેતા હતા. જો કે, બંનેની આ ખુશી અને આનંદ ઉપર નજર લાગી હતી.
હરિયાણાથી યશવંતિના પિતા એક દિવસ શોધતા શોધતા ઘરે પહોંચી ગયા હતા. જો કે, મનોજે યશવંતિ સાથે લગ્ન કરી લીધા હોવાનું અને મેરેજ સર્ટિ‌ફિકેટ બતાવતા યશવંતિના પિતાએ પોતાનો ક્રોધ શાંત કર્યા હતા. યશવંતિને આશિર્વાદ આપીને પિતા નીકળી ગયા હતા.
આમ પિતાએ કરેલા આ વર્તનથી યશવંતિ અને મનોજને પણ લાગ્યું કે, કદાચ પિતાએ તેમને સ્વીકારી લીધા છે. હવે ધીરેધીરે યશવંતિ તેમના માતા-પિતા સાથે વાત કરતી હતી. આખરે માતાએ એક દિવસ યશવંતિને ઘરે આવવા માટેનું આમત્રંણ આપ્યું હતું મનોજને પણ ભરોસો હતો કે, હવે જ્યારે માતા પિતા સારી રીતે વાત ચીત કરે છે ત્યારે યશવંતિને ઘરે મોકલાવવામાં કોઇ વાધો નથી. મનોજે પોતે યશવંતિને જવા
માટે રિઝર્વેશન કરાવીને ટ્રેનમાં બેસાડે છે.
હરિયાણા ગયા બાદ યશવંતિના પિતાએ પોતાનો અસલી મિજાજ પ્રગટ કર્યો હતો અને યશવંતિએ કરેલા ફોન મેસેજ મુજબ તેમને ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કરે છે. મનોજના મોબાઇલ ફોન ઉપર એસએમએસ આવ્યો કે, મુજે મેરે પિતાને એક કમરે મૈં કેદ કરકે રખા હૈ. ઔર કિસીસે બાત કરને ભી નહીં દેતે. તુમ યહાં મત આના વરના તુમ્હે ભી માર ડાલેગેં. આ વાક્ય વાંચવાનું પુરૂં થતાં જ મનોજના પગ તળેની જમીન સરકી ગઇ હતી.
મનોજ પીયર ગયેલી પોતાની પત્નીને પરત કેવી રીતે મેળવી શકે તે દિશામાં મનોજ વિચારવાનું શરૂ કર્યુ હતું. એક તરફ પત્નીએ મોકલાવેલા એસએમએસમાં તેના જીવને જોખમ હોવાનું જણાવતા તે હરિયાણા જઇને પોતાની પત્નીને પણ લઇ આવી શકે તેમ ન હોવાથી આખરે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. યશવંતિના હરિયાણા જવાના ઘણા દિવસો વીતી જતા મનોજે પોતાની પત્નીને તેમના જ પિતાના બંધકમાંથી છોડાવવા માટે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટાઉન પોલીસે આઇપીસી ૩૨૩ તથા ૩પ૩ મુજબ ગુનો નોંધીને આ ફરિયાદ હરિયાણા પોલીસને મોકલાવીને આ અંગે જરૂરી તપાસ કરવા માટે ભલામણ કરી છે.
ટાઉન પોલીસે હરિયાણા પોલીસની મદદથી બંધક યશવંતિને મુક્ત કરાવવા માટેના પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, ઇન્ટરનેટના માધ્યમથી શરૂ થયેલી પ્રેમ કહાનીમાં મનોજને પોતાની પત્ની કે પ્રેમિકા મળે છે કે નહીં તે જોવું રહ્યું. મનોજે યશવંતિને મેળવવા માટે કાનૂની લડત માટેની પણ હાલ તો પૂર્વ તૈયારી કરી રાખી હોવાનું જાણવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો