તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આપમાંથી આરટીઆઇ એક્ટિવિસ્ટનું રાજીનામુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપમાંથી આરટીઆઇ એક્ટિવિસ્ટનું રાજીનામુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપીમાં આપની શરૂઆત સાથે કાર્યકરો ધીરે ધીરે જોડાતા ગયા હતા. આપના ગુજરાતના અગ્રણીઓ દ્વારા અહીં મુલાકાત પણ લેવાઇ હતી, પરંતુ હજુ સુધી કાર્યકરોને તેમનું કોઇ અસ્તિત્વ મળ્યું નથી. અહિ‌ કોઇને કોઇ હોદ્દા અપાયા નથી. જેના કારણે હવે તેમનામાં થોડી નિરાશા વ્યાપી ગઇ હોવાનું જણાઇ રહ્યું છે. જે વાપીના અગ્રણી એવા આરટીઆઇ એક્ટિવિસ્ટ તરૂણ પટેલના રાજીનામા ને આધારે લાગી રહ્યું છે. આપમાં મેમ્બર બન્યા હોદ્દેદારોની તો નિમણૂક થઇ નથી, પરંતુ સ્થાનિક કક્ષાએ પાર્ટીને કાયદેસરનું અસ્તિત્વ પણ મળી શક્યું નથી. આવા સંજોગોમાં આ રાજીનામુ અપાયું હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે કોને રાજીનામુ આપવું તે પણ સ્પષ્ટ ન હોય, તેમણે તેમના રાજીનામાનો એક ઇમેઇલ તમામ કાર્યકરો સહિ‌ત મિડિયાને કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો