તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે કર્મચારીઓને ખાસ તાલીમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે કર્મચારીઓને ખાસ તાલીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રોને આખરી ઓપ અપાશે, બો‌ર્ડ‌ની પરીક્ષાલક્ષી કામગીરી અંતિમ તબકકામાં
ભાસ્કર ન્યૂઝ.વાપી
વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના સુપરવાઇઝરો સહિ‌ત તમામ કર્મચારીઓને શુક્રવારે શાળાકક્ષાએ બો‌ર્ડ‌ની પરીક્ષાની તાલીમ આપવામાં આવશે. જેમાં બો‌ર્ડ‌ની પરીક્ષામાં કર્મચારીઓએ કેવી રીતે કામગીરી કરવી તેનું બ્ ાાયસેગ દ્વારા જીવંત પ્રસારણ ગાંધીનગરથી કરવામાં આવશે. ઉપરાંત ગુરૂવારે શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા વલસાડ જિલ્લાના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પણ નકકી કરી દેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા આગામી ૧૩ માર્ચથી લેવાનારી પરીક્ષાની તૈયારી અંતિમ તબકકામાં ચાલી રહી છે. શુક્રવારે સવારે વલસાડ જિલ્લા સહિ‌ત મોટા ભાગના જિલ્લાઓમાં બો‌ર્ડ‌ની પરીક્ષામાં ફરજ બજાવનાર ઝોનલ ઓફિસરો,સુપરવાઇઝરો,સ્થળ સંચાલકો,સરકારી પ્રતિનિધિઓ સહિ‌ત પરીક્ષામાં કામગીરી કરનાર તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તમામ કર્મચારીઓને શાળા કક્ષાએ બાયસેગ દ્વારા ગાંધીનગરથી બો‌ર્ડ‌ની પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમ દરેક કર્મચારીઓએ લેવી ફરજિયાત હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. જયારે ગુરૂવારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રોની પણ ફાળવણી કરી દેવામાં આવશે. ધોરણ ૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષાની મોટા ભાગની કામગીરીને શુક્રવારે આખરી ઓપ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો