તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે વાપી અને સંઘપ્રદેશ શિવમય બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વાપી અને સંઘપ્રદેશ શિવમય બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી વીઆઇએના પટાંગણમાં સવા ૩૧ ફુટ સૌથી ઉંચુ રૂદ્રાક્ષ શિવલિંગ જોવા હજારો શિવભકતો ઉમટી પડશે
ભાસ્કર ન્યૂઝ. વાપી
મહાશિવરાત્રિ પર્વ નિમિતે વાપી વીઆઇએના પટાંગણમાં ગુરૂવારે ૩૧ ફુટ સૌથુ ઉંચુ રૂદ્રાક્ષ શિવલિંગના નિર્માણને જોવા વાપી સહિ‌ત વલસાડ જિલ્લાના શિવભકતો ઉમટી પડશે. વાપી તથા સંઘ પ્રદેશમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે. શિવ મંદિરોમાં શિવની પુજા -અર્ચના માટે માનવમહેરામણ ઉમટી પડશે. શિવમંદિરોમાં વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોના પણ આયોજનો થયા છે.
ભગવાન શિવની આરાધના માટે મહત્વના પર્વ તરીકે મહાશિવરાત્રિને ગણવામાં આવે છે. વાપી તથા તેની આજુબાજુના શિવમંદિરોમાં ગુરૂવારે શ્રધ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરવા ઉમટી પડશે.વિવિધ મંદિરોમાં મહાઅભિષેક સહિ‌ત ભજનકર્તિનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે. તેમજ વિવિધ મંદિરોની બહાર પિતૃ તર્પણ પણ કરવામાં આવશે. વાપી વીઆઇએ દ્વારા રૂદ્રાક્ષ મહાશિવલિંગ-શિવકથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે,અહીં વહેલી સવારથી વાપી તથા જિલ્લાના શિવભકતો સવા ૩૧ ફુટ રૂદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા ઉમટી પડશે. આ ઉપરાંત વાપી અને સંઘ પ્રદેશના શિવમંદિરોમાં પણ મહાશિવરાત્રિની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.વહેલી સવારથી જ શિવમંદિરો હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો