તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યુનિવર્સિ‌ટીમાં અઇહડ ટફળક વચ્ચે ધિંગાણું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિ‌ટીમાં અઇહડ-ટફળક વચ્ચે ધિંગાણું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ગુજરાત યુનિવર્સિ‌ટી ખાતે મંગળવારે વિદ્યાર્થી સેનેટની આઠ તેમજ બો‌ર્ડ‌ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ૧૪ બેઠકો માટેની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ મતપેટી ખુલ્લા સીલ સાથે આવ્યાની અભૂતપૂર્વ ઘટના મુદ્દે વિવાદ સર્જા‍તા મતગણના સ્થગિત કરવાનો સત્તાવાળાઓએ નિર્ણય લેતા આ મુદ્દે પળવારમાં સામ-સામે આવી ગયેલા એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી, મારામારી અને પથ્થરમારાને કારણે યુનિવર્સિ‌ટી સંકુલમાં સ્થિતિ સ્ફોટક બની હતી. આ દરમ્યાન શિક્ષણમંત્રીનું પૂતળુ સળગાવાતા સ્થિતિ વધુ બેકાબુ બની જતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આમછતાં, તોફાનીઓએ પોલીસ વાન સહિ‌તના વાહનોની તોડફોડ કરી હતી. આ વરવા ઘટનાક્રમમાં બંન્ને સંગઠનના આશરે ૧૦થી ૧૪ કાર્યકરો-નેતાઓ ઘાયલ થયા હતા.
ગુજરાત યુનિવર્સિ‌ટીની વિદ્યાર્થી સેનેટની યુજી-પીજી સાયન્સ, કોમ‌ર્સ,આ‌ર્ટસની છ તેમજ લો અને એજ્યુકેશનની કુલ આઠ જેટલી બેઠકો તેમજ બો‌ર્ડ‌ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ચૂંટણી ૧૪ જેટલી બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ થવાની હતી. પરંતુ ભાદરણ, પેટલાદ, પીપળીયા કેન્દ્રની મતપેટીઓની સ્લીટ ઉપર સીલ ન લગાવ્યું હોવાનું એબીવીપીના ધ્યાનમાં આવતા તેણે રી-ઈલેકશનની માગણી કરી હતી. એનએસયુઆઈએ મતગણતરીની પ્રક્રિયા જારી રાખવાનો આગ્રહ રાખતા બંન્ને પક્ષો વચ્ચે ગુ.યુનિના સેનેટ હોલમાં જ શાબ્દિક ટપાટપી, ઘર્ષણ, મારામારી થઈ હતી. યુનિવર્સિ‌ટીના કુલપતિ ડો.એમ.એન.પટેલે બંનેની રજૂઆતને સાંભળીને મતગણતરીની પ્રક્રિયા સ્થગિત કરીને લીગલ ઓપીનયનના આધારે નિર્ણય કરવાનુ નક્કી કર્યુ હતું.
પરંતુ ગુજરાત યુનિવર્સિ‌ટી ટાવર પાસે મંગળવારે બપોરે ભારેલા અગ્નિ‌ જેવી પરિસ્થિતિમાં એનએસયુઆઈના કાર્યકરોએ શિક્ષણ મંત્રીનું પૂતળુ બાળતા બંન્ને પક્ષો વચ્ચે ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. જેના લીધે ફરી એક વાર બંન્ને પક્ષો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જા‍યું હતું. છેવટે પોલીસને રવિવારની જેમ મંગળવારે પણ અનિયંત્રિત બનતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ લાઠીચાર્જમાં એનએસયુઆઈ અને એબીવીપી, યૂથ કોંગ્રેસ અને યૂથ ભાજપના નેતાઓ મળીને કુલ ૧પ જણાને ઈજા થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો