તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહારાષ્ટ્ર સરકાર સંજય પર મહેરબાન કેમ? : હાઈકો‌ર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર સરકાર સંજય પર મહેરબાન કેમ? : હાઈકો‌ર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં છ વર્ષની સજા પામેલા અભિનેતા સંજય દત્તને વારંવાર અપાતા પેરોલ પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી કેન્દ્ર દ્વારા જવાબ માગવામાં આવ્યો છે ત્યારે મંગળવારે મુંબઈ હાઈ કો‌ર્ટે પણ સરકારના કાન આમળ્યા છે.
કો‌ર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે સંજય દત્ત પર આટલી મહેરબાની શા માટે ? જેલમાં એવા પણ કેટલાક કેદી છે કે જેમને કેન્સર થયું હોવા છતાં પેરોલ મળી નથી. શેના આધારે વારંવાર પેરોલ આપવામાં આવે છે. સંજય દત્તને પેરોલમાં મુદતવધારો આપવામાં નિયમોનો દુરુપયોગ થયો હોવાનું જણાય છે. સંજયને વારંવાર અપાતા પેરોલ બાબતે હાઈ કો‌ર્ટમાં જનહિ‌ત અરજી કરાઈ છે, જેની પર મંગળવારે સુનાવણી થઈ હતી. પેરોલ આપવા માટે કયા મુદ્દાઓનો આધાર લેવાયો છે તે સર્વનાં કાગળિયાં રજૂ કરો, એવો આદેશ કો‌ર્ટે આપ્યો છે. આ સાથે પેરોલ માટે અલગ યંત્રણા હોવી જોઈએ. પ્રત્યેક વિભાગીય આયુક્તાલયમાં અલગ સેલ હોવો જોઈએ, એવી સૂચના પણ કો‌ર્ટે સરકારને આપી છે. નોંધનીય છે કે સોમવારે ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને પ૪ વર્ષના બોલીવૂડના અભિનેતાને એક વર્ષથી પણ ઓછા સમયમાં ત્રણ વાર પેરોલ કઈ રીતે અપાયા એવું પૂછયું છે. ... અનુસંધાન પાના નં. ૧૭
દત્તને ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં શસ્ત્રો અનધિકૃત ધરાવવાના કેસમાં સુપ્રીમ કો‌ર્ટ દ્વારા કસૂરવાર ઠરાવવામાં આવ્યો છે અને છ વર્ષની સજા આપવામાં આવી છે. સંજય અગાઉ ૧૮ મહિ‌નાની સજા ભોગવી ચૂક્યો છે અને બાકી સજા ભોગવવા માટે૧૮ મે, ૨૦૧૩ના રોજ તેણે શરણાગતી સ્વીકારી હતી.
આ પછી સંજયને એક વર્ષથી પણ ઓછા સમયમાં ત્રણ વાર પેરોલ આપ્યા છે. સંજય ૨૧ ડિસેમ્બરથી પેરોલ પર બહાર છે અને ૨૧ ફેબ્રુઆરીના રોજ તેણે પુણેની યેરવડા જેલમાં પરત જવાનું હતું.
સંજયે પોતાની બીમાર પત્ની અને જોડિયા બાળકોનું ધ્યાન રાખવાનું હોવાનું કાર આપીને રજા માગી હતી, જેમાં તેની રજા ૨૧ માર્ચ સુધી વધારવામાં આવી છે. અગાઉ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર. આર. પાટીલે જણાવ્યું હતું જેલમાં સંજયને શરાબ પૂરી પાડવામાં આવે છે એવા આરોપની રાજ્ય સરકાર તપાસ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો