તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાજપ કોંગ્રેસ બંને એક સિક્કાની ૃચ્ ’બે બાજુ છે : ત્રીજો મોરચોૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ-કોંગ્રેસ બંને એક સિક્કાની ૃચ્/’બે બાજુ છે : ત્રીજો મોરચોૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
ભાજપ-કોંગ્રેસને એક જ સિક્કાની બે બાજુઓ ગણાવતા ૧૧ પક્ષોએ હાથ મિલાવીને ત્રીજો મોરચો બનાવ્યો છે. મંગળવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. આ પક્ષો સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે પરંતુ વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવારની જાહેરાત નહીં કરે.ત્રીજા મોરચામાં ચાર ડાબેરી પક્ષો ઉપરાંત સપા, જેડીયુ, જેડીએસ, અન્નાદ્રમુક, બીજેડી અને એજીપી શામેલ છે. મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બીજેડી અને એજીપીના પ્રતિનિધિ ઉપસ્થિત નહોતા. ...અનુ પાના નં. ૧૭

સીપીએમના મહામંત્રી પ્રકાશ કરાતે આ અંગે કહ્યું હતું કે, બીજેડી પ્રમુખ નવીન પટનાયકનો કાર્યક્રમ પહેલાથી નક્કી હતો. જ્યારે એજીપીના પ્રમુખ પ્રફુલ્લ મહંતના માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ આવી શક્યા નથી. પરંતુ બંને પક્ષો અમારી સાથે જ છે.
કોન્ફરન્સમાં પહેલા ઘટકદળોના મુલાયમસિંહ યાદવ, નીતિશકુમાર, એચડી દેવગૌડા, પ્રકાશ કરાત, એબી બર્ધન, સીતારામ યેચુરી, એમ. થબીદુરઈ સહિ‌ત અન્ય નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. સંયુક્ત નિવેદનમાં ત્રીજા મોરચાને એનડીએ અને યુપીએ કરતા બહેતર ગણાવાયો હતો. એવું પણ કહેવાયું હતું કે કોંગ્રેસ અને ભાજપ જોડિયા ભાઈ છે.
બેઠક બાદ એક પ્રશ્નના જવાબમાં સપાના પ્રમુખ મુલાયમસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે કોઈપણ નિર્ણય ચૂંટણી પછી લેવાશે. બીજીતરફ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે આ મોરચાને બહુમતી મળે કે ન મળે પરંતુ કોંગ્રેસ અને ભાજપ સાથે કોઈ સમજૂતી નહીં કરાય. જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે થ‌ર્ડ‌ ફ્રન્ટના કહેશો કારણ કે આ ફર્સ્ટ ફ્રન્ટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો