તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાજપથી ડાયવો‌ર્સ પછી નીતીશ પાગલ થઇ ગયા છે: લાલુ પ્રસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપથી ડાયવો‌ર્સ પછી નીતીશ પાગલ થઇ ગયા છે: લાલુ પ્રસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક .પટણા
લાલુપ્રસાદના પક્ષ રાષ્ટ્રીય જનતા દળમાં થયેલા બળવાની આગ શમી રહી છે. બળવો કરનારા ૧૩ વિધાનસભ્યો પૈકી નવ વિધાનસભ્યો પક્ષમાં પાછા ફરી ચૂક્યા છે. એક વધુ વિધાનસભ્ય પાછા ફરી શકે છે. દિલ્હીમાં બેઠાબેઠા ડેમેજ કંટ્રોલ કર્યા પછી લાલુ પટણા આવ્યા તો ગુસ્સામાં હતા. તેમણે કહ્યું કે , નીતીશકુમાર સ્કેન્ડલ માસ્ટર છે.લઘુમતીમાં છે. ભાજપ સાથે છૂટાછેડા પછી પાગલ થઇ ગયા છે. દરેક એમએલએ -નેતા પર તેમની નજર ટકેલી છે. કોઇને આ વિભાગ તો...અનુસંધાન પાના નં. ૧૭
કોઇને તે વિભાગ. અમે સાંભળ્યું છે કે પ્રલોભન આપીને આવું થઇ રહ્યું છે.’
લાલુના પક્ષના ૨૨માંથી ૧૩ વિધાનસભ્યોએ સોમવારે વિધાનસભા સ્પીકરને પત્ર લખ્યો હતો. વિધાનસભામાં અલગ જૂથ તરીકે માન્યતા પણ મળી ગઇ હતી પરંતુ રાત સુધીમાં નવ વિધાનસભ્યો લાલુની છાવણીમાં પાછા ફરી ગયા. મંગળવારે લાલુ દિલ્હીથી પાછા ફર્યા તો વાતાવરણ જ બદલાઇ ગયું. પક્ષના ૧૮ વિધાનસભ્યો સાથે તેઓ સ્પીકરના ઘેર પહોંચી ગયા. અલગ જૂથ તરીકે ગૃહમાં બેસવાની મંજૂરી રદ કરવા કહ્યું.
લાલુએ કહ્યું કે , અમે હવે દિલ્હીથી આવી ગયા છીએ. પહેલા બીમાર હતા. હવે અમે સરસ રીતે નીતીશકુમારને ટાઇ -અપ કરી દઇશું. તેમની સરકાર લઘુમતીમાં છે. બિહારમાં લોકશાહીનું ગળું રુંધાઇ રહ્યું છે. નીતીશ સરકાર સ્પીકરને રમકડું બનાવીને રાજદ અને બીજા પક્ષોને તોડવા માટે તેમનો ઉપયોગ કરી રહી છે. બિહારમાં સ્પીકર સશરીર નથી અદૃશ્ય થઇ ગયા છે. સેક્રેટરી સાહેબને અબ્દુલ બારી સિદ્દીકીનો પત્ર આપ્યો છે. વિધાનસભ્યોએ લખેલો પત્ર પણ આપ્યો છે. લડાઇની આ શરૂઆત છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો