તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોનાની દાણચોરીમાં અધધધ વધારો : ડી ગેંગ ફરીથી સક્રિય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાની દાણચોરીમાં અધધધ વધારો : ડી-ગેંગ ફરીથી સક્રિય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : ગયા વરસની સરખામણીમાં હાલમાં સોનાની દાણચોરીમાં મોટા પ્રમાણમાં વધારો થયાનું જોવામાં આવે છે. કુખ્યાત અંડરવલ્‌ર્ડ‌ ડોન દાઉદ ઈબ્રાહિ‌મની ટોળકી ફરીથી આ દાણચોરીમાં સક્રિય થયાની માહિ‌તી હવાઈ ગુપ્તચર વિભાગનાં સૂત્રોએ આપી છે. વર્ષ ૨૦૧૪ના જાન્યુઆરી સુધીમાં મુંબઈના વિમાનમથકેથી આશરે ૨૦૪ કિલો સોનાને જપ્ત કરવામાં આવ્યું છે.
આયાત કર ૧૦ ટકા સુધી વધારવામાં આવતાં દેશભરમાં દાણચોરી વધી છે. આયાતી સોનાના દાગીના બનાવ્યા બાદ ૨૦ ટકા સોનું સ્થાનિક બજારમાં અને બાકીનું ૮૦ ટકા સોનાની નિકાસ કરવી પડે છે. આ નિયમ ન પાળનારા સોનાની આયાત કરનારના પરવાના રદ કરવામાં આવે છે. તેથી સોનાની ખેંચ વર્તાઈ રહી છે. સાધારણ રીતે ૨૦ વર્ષો અગાઉ જ્યારે દેશમાં સુવર્ણ નિયંત્રણ ધારો અસ્તિત્વમાં હતો.

ત્યારે જે રીતે સોનાની દાણચોરી દાઉદ, કરીમ લાલા, છોટા રાજન અને અન્ય દાણચોરો કરતા હતા, તે જ રીતે હાલમાં આ દાણચોરી કરવામાં આવે છે. કર વધારવામાં આવવાથી સોનાની આયાત ૩૦૦ ટન જેટલી ઘટી છે. આ ઘટ દૂર કરવા માટે દાણચોરીના માર્ગે લાવવામાં આવેલું સોનું બજારમાં મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવે છે.
સોનાની દાણચોરી નાથવા માટે ચોમેર જાળ ફેલાવવામાં આવી છે, તેથી દરરોજના લગભગ પ૦ લાખ રૂપિયાનું સોનું વિમાનમથકેથી જપ્ત કરવામાં આવે છે. પરદેશથી સોનું લાવવામાં કસ્ટમ્સ વિભાગને ટિપ આપવામાં આવે છે, પરંતુ આ ટિપ ગેરમાર્ગે દોરવા માટે પહોંચાડવામાં આવે છે, એમ કહીને સંબંધિત વિભાગીય અધિકારીએ જણાવ્યું કે દસ જણ આવવવાના હોય ત્યારે કસ્ટમ્સ વિભાગનું ધ્યાન વિચલિત કરવા માટે એકાદ ઉતારુની માહિ‌તી વ્યવસ્થિત પહોંચાડવામાં આવે છે. કસ્ટમ્સનું તેના તરફ ધ્યાન જતાં અન્ય વ્યક્તિઓ છુપાઈને બહાર નીકળી જાય છે. દાઉદનો નશીલાં દ્રવ્યોનો ધંધો ઓછો થતાં તે વળી પાછો સોનાની દાણચોરીમાં વળ્યાનું અધિકારીઓ જણાવે છે.
કેરળમાં એક વ્યક્તિએ માત્ર ઓક્ટોબર મહિ‌નામાં જ ૨૦ કિલો સોનાની દાણચોરી ક્ર્યાનું બહાર આવ્યું છે, જેની કિંમત રૂપિયા ૨૬.૩૦ લાખ થાય છે અને ભારતમાં આ સોનું ૩૦ લાખ રૂપિયામાં વેચાય છે. પરિણામે સોનું લાવવામાં અને મોકલવામાં એક ફેરીમાં સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુનો ફાયદો થાય છે. વિમાનની ટિકિટના ૩૦ હજાર અને દુબઈના માણસને એક હજાર દિરહામ એટલે કે રૂપિયા ૧૭ હજાર આપવામાં આવે છે.
આંકડાવારી મુજબ ચાલુ વર્ષના જાન્યુઆરી સુધીમાં છેલ્લાં ત્રણ વર્ષની સોનાની દાણચોરી વર્ષ ૨૦૧૧-૧૨માં ૩૦ કિલોની હતી, તે વર્ષ ૨૦૧૨-૧૩માં વધીને પ૪ કિલો થઈ અને વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૪૦ કિલોની થઈ હતી.
આ સોનાની દાણચોરી મોબાઈલની બેટરીના રૂમમાં, ચપ્પલ બૂટની વચ્ચે, બેગના હેંડલમાં, ઈમર્જન્સી લાઈટમાં, વોશિંગ મશીનમાં, વ્હીલચેરમાં, નાના બાળકોની ત્રણ પૈડાંવાળી સાઈકલમાં, ટીવી સેટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ માટે દુબઈના કારીગરો ત્રણ કિલો સોનું છુપાવવા માટે પ૦૦ દિરહામ લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો