તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે મૂકેશ અંબાણીના બોગસ ખાતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે મૂકેશ અંબાણીના બોગસ ખાતા નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . મુંબઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આમ આદમી પાર્ટી ((આપ)) દ્વારા એક સાર્વજનિક સભામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા શ્રી મૂકેશ અંબાણી સામે કરેલા તમામ આક્ષેપોને સખ્તીથી નકારી કાઢે છે.
એ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે શ્રી મુકેશ અંબાણી પાસે દુનિયામાં કોઈ પણ સ્થળે ગેરકાયદેસર ખાતાં નથી અને અગાઉ ક્યારેય હતાં પણ નહિ‌. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઘણા દેશોમાં વ્યાવસાયિક હિ‌તો ધરાવે છે અને તેનું ભારતીય રૂપિયામાં કરોડોનું ટર્ન ઓવર છે.

રાબેતા મુજબના વ્યવસાય તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આંતરરાષ્ટ્રીય સહયોગી કંપનીઓ ઘણી વૈશ્વિક બેન્કો સાથે વ્યવહાર રાખે છે.
આ ખાતાં સંપૂર્ણ નિયમાનુસાર છે અને જે તે યોગ્ય અધિકાર-ક્ષેત્રમાં અને ભારતમાં તે વિષે જણાવવામાં આવ્યું જ છે. આપ’ દ્વારા અમારી સામે આધાર વગરના આક્ષેપોનો જે મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે તે સ્થાપિત હિ‌તોની ચઢામણીથી થઈ રહ્યો હોવાનું જણાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો