તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વલસાડ પાલિકા દ્વારા મિલકત વેરા ઉપર વ્યાજ મામલે મુદત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ પાલિકા દ્વારા મિલકત વેરા ઉપર વ્યાજ મામલે મુદત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ વલસાડ પાલિકા દ્વારા મિલકતવેરા ઉપર વ્યાજ વસુલાતની કાર્યવાહી સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં વધુ મુદ્દત પડી છે.હવે આગામી ૬ માર્ચે વધુ સુનાવણી રાખવાનો હુકમ કરાયો હતો.
પાલિકા દ્વારા મિલકત વેરાની વસુલાત માટે બાકીદારોને માગણાનાં બિલો ઘરબેઠાં પહોંચતા કરી દીધાં હતા. જેમાં બિલો મળ્યાનાં દિન ૧પમાં વેરો ભરી જવા સૂચના જારી કરાઇ હતી. તેમ છતાં નિયત સમય મર્યાદામાં વેરો ન ભરાતાં પાલિકાએ વેરાદારોને નોટિસ આપી હતી. નગરપાલિકા અધિનિયમ હેઠળની કાર્યવાહી મુજબ પાલિકાએ આ બિલોમાં મિલકત વેરા સાથે વ્યાજની વસુલાત પણ કરતાં હાલર રોડ ઉપર રહેતાં રમણલાલ ગાંધીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પાલિકાની આ કાર્યવાહી સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમનાં વેરાનાં બિલમાં રૂ.૧૦૦ વ્યાજ પેટે ઉમેરાતા તેમણે વ્યાજની રકમ પરત મેળવવા અને વ્યાજ વસુલાતની પ્રથા રદ કરાવવા દાદ માગી હતી. આ કેસની સુનાવણી પહેલાં ફોરમે પાલિકાને જવાબ રજૂ કરવા આદેશ કરતાં સરકારની ગાઇડ લાઇન અને જનરલ બો‌ર્ડ‌નાં ઠરાવ સહિ‌તનાં જવાબો રજૂ કરી દીધાં હતા.
આ કેસની મંગળવારે સુનાવણી થતાં ફરિયાદી તરફેનાં વકીલે પાલિકાનાં જવાબો સાંભળી વધુ મુદ્દત માગતાં ફોરમે ૬ માર્ચે સુનાવણી રાખવાનો આદેશ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો