તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૨૦૦૬ બાદ ભારતીય વિમેન્સ ટીમ ટેસ્ટ રમશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૨૦૦૬ બાદ ભારતીય વિમેન્સ ટીમ ટેસ્ટ રમશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . મુંબઇ
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ચાલુ વર્ષના ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમેચ રમશે. ૨૦૦૬ બાદ આ તેની પ્રથમ ટેસ્ટ મેચ રહેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ મેચ ૧૩મીથી ૧૬મી ઓગસ્ટ દરમિયાન વાર્મસ્લેમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે ૨૦૦૬ બાદ ટેસ્ટ મેચોમાં આ પ્રથમ મુકાબલો રહેશે. ભારતે ૨૦૦૬માં બે ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીતી હતી. તે સમયે ભારતીય ટીમે ટોન્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ પાંચ વિકેટે જીતી હતી. આ મેચમાં અંજુમ ચોપરાએ પ્રથમ દાવમાં ૯૮ રનની ઇનિંગ્સ રમી હતી. જુલન ગોસ્વામીએ ત્યારબાદ ૩૩ રનમાં પાંચ વિકેટ ઝડપતા ઇંગ્લેન્ડની ટીમ ૯૯ રનમાં સમેટાઇ ગઇ હતી.
ચાર્લોટ એડવ‌ર્ડ‌્સે સદી ફટકારીને ઇંગ્લેન્ડ તરફથી વળતો પ્રહાર કર્ર્યો હતો અને ભારતને વિજય માટે ૯૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતે એક સમયે ૭૪ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ વિજય મેળવવામાં સફળ રહ્યું હતું. ભારત એક ટેસ્ટ મેચ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમશે. પ્રથમ બે મેચ ૨૧મી તથા ૨૩મીએ સ્કેરબોરોમાં તથા ત્રીજી મેચ ૨પમી ઓગસ્ટે લો‌ર્ડ‌્ઝ ખાતે રમાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો