તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંતિમ ઇલેવન દ.આફ્રિકા માટે ચિંતાનો વિષય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતિમ ઇલેવન દ.આફ્રિકા માટે ચિંતાનો વિષય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . કેપટાઉન
ઓસ્ટ્રેલિયા સામે શનિવારથી ન્યૂ લેન્ડ્સ ખાતે રમાનારી શ્રેણી નિર્ણાયક ત્રીજી અને અંતિમ ટેસ્ટ પહેલાં ફાઇનલ ઇલેવનની પસંદગી સાઉથ આફ્રિકા માટે માથાના દુખાવા સમાન બની છે. જોકે ટીમમાં બે ફેરફાર થાય તેવા પસંદગી સમિતિએ સંકેત આપ્યા છે. ડાબોડી ઝડપી બોલર વેન પાર્નેલની ઇજાના કારણે ટીમમાં ઓલરાઉન્ડરને કે નિષ્ણાત બોલરને સામેલ કરવો તે પેચીદો પ્રશ્ન છે.
રેયાન મેક્લેરેન પણ ફિટ થઇ ગયો છે અને તેને ૧૬ સભ્યની ટીમમાં સ્થાન અપાયું છે. સ્વિંગ બોલર કેયલ અબોટ્ટને પણ તક આપવામાં આવે તેવી સંભાવના છે. સાઉથ આફ્રિકા ચાર ઝડપી બોલરને રમાડશે તો રોરી ક્લેનવેલ્ડટને પણ રમાડવામાં આવશે. નિષ્ણાત સ્પિનર તરીકે રોબિન પીટરસન પણ ફાઇનલ ઇલેવન માટે દાવેદારી નોંધાવે છે.બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ૮૩ રનની ઇનિંગ્સ રમનાર ડીન એલ્ગરે એલ્વિરો પીટરસન માટે સ્થાન ખાલી કરવું પડે તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો