તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાપીમાં બારકોડેડ રેશનકા‌ર્ડ‌ની પ્રક્રિયામાં અરજદારો અટવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં બારકોડેડ રેશનકા‌ર્ડ‌ની પ્રક્રિયામાં અરજદારો અટવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વાપી
વાપી પાલિકાની તલાટી ઓફિસમાં રેશનકા‌ર્ડ‌ માટે ફિંગર પ્રિન્ટની કામગીરી ચાલી રહી છે, મંગળવારે તલાટી ઓફિસમાં કર્મચારીઓ ન ફરકતાં અરજદારો અટવાયા હતા. બપોર સુધી લોકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. કલાકો સુધી અરજદારો કર્મચારીઓની રાહ જોઇ બેઠા રહયા હતાં.
વાપી નગરપાલિકાની કચેરીમાં આવેલી તલાટી ઓફિસમાં ૨૦ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન બારકોડેડ રેશનકા‌ર્ડ‌ માટે ફિંગર પ્રિન્ટની પ્રક્રિયા હાથ ધરાઇ છે,પરંતુ કર્મચારીઓની ગેરહાજરીના કારણે અરજદારો અટવાયા હતાં. મંગળવારે સવારે નગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો એકત્ર થયા હતા,પરંતુ કર્મચારીઓ જ ન આવતાં અરજદારોને હાલાકી સામનો કરવો પડયો હતો. વૃધ્ધોને લઇને આવેલા લોકો પણ બેસી રહયા હતા. જવાબદાર વિભાગે વ્યવસ્થિત આયોજન કરવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો