તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાસરિયામાં ત્રાસ, પરિણીતા બે સંતાનને મુકીને ક્યાંક ચાલી ગઇ ૃચ્ ’ભાસ્કર ન્યૂઝ. વાપી ૃચ્ ’વાપી ચણો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયામાં ત્રાસ, પરિણીતા બે સંતાનને મુકીને ક્યાંક ચાલી ગઇ ૃચ્/’ભાસ્કર ન્યૂઝ. વાપી ૃચ્/’વાપી ચણોદ કોલોનીમાં રહેતા કચ્છી પરિવારની પુત્રીના લગ્ન મુંબઇમાં થયા હતા. જો કે, સાસરિયાંના ત્રાસથી કંટાળીને મહિ‌લા પોતાના બે બાળકને લઇને વાપી ચણોદ કોલોનીમાં રહેતા માતા પિતાના ઘરે રહેવા માટે આવી ગઇ હતી. જો કે, હતાશાથી કે એકલતાથી કંટાળી મહિ‌લા રવિવારે વહેલી સવારે બે બાળકને ઊંઘતા રાખીને ક્યાંક ચાલી નીકળી હતી. ૃચ્/’મહિ‌લાના પરિવારે તેમની લાંબી શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન લાગતા આખરે તેમના ગુમ થયા અંગેની ફરિયાદ તેમના ભાઇએ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપી હતી. ચણોદ કોલોનીમાં આવેલા સજાવટ બિલ્ડિંગમાં રહેતા કચ્છી પરિવારની ૩૦ વર્ષની વનિતાબેન કચ્છીના લગ્ન મુંબઇ ખાતે કરવામાં આવ્યા હતા. આ લગ્ન જીવન થકી તેમને બે સંતાન પુત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરિયામાં ત્રાસ, પરિણીતા બે સંતાનને મુકીને ક્યાંક ચાલી ગઇ
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપી ચણોદ કોલોનીમાં રહેતા કચ્છી પરિવારની પુત્રીના લગ્ન મુંબઇમાં થયા હતા. જો કે, સાસરિયાંના ત્રાસથી કંટાળીને મહિ‌લા પોતાના બે બાળકને લઇને વાપી ચણોદ કોલોનીમાં રહેતા માતા પિતાના ઘરે રહેવા માટે આવી ગઇ હતી. જો કે, હતાશાથી કે એકલતાથી કંટાળી મહિ‌લા રવિવારે વહેલી સવારે બે બાળકને ઊંઘતા રાખીને ક્યાંક ચાલી નીકળી હતી.
મહિ‌લાના પરિવારે તેમની લાંબી શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન લાગતા આખરે તેમના ગુમ થયા અંગેની ફરિયાદ તેમના ભાઇએ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપી હતી. ચણોદ કોલોનીમાં આવેલા સજાવટ બિલ્ડિંગમાં રહેતા કચ્છી પરિવારની ૩૦ વર્ષની વનિતાબેન કચ્છીના લગ્ન મુંબઇ ખાતે કરવામાં આવ્યા હતા. આ લગ્ન જીવન થકી તેમને બે સંતાન પુત્ર ક્રિશ અને પુત્રી વંશિકા થયા હતા. જો કે, કોઇક કારણોસર વનિતાને લગ્નના કેટલાક સમય પછી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આ ત્રાસથી કંટાળીને આખરે જાન્યુઆરી માસમાં વનિતા પોતાના બે બાળક ક્રિશ અને વંશિકાને લઇને વાપી માતા પિતાના ઘરે રહેવા માટે આવી હતી. ચારે તરફથી હતાશ થયેલી વનિતા રવિવારે વહેલી સવારે બે બાળકોને ઊંઘતા મુકીને ઘરને બહારથી લોક કરીને નીકળી ગઇ હતી. વનિતા સાસરે પરત થયા બાદ તેમણે પતિ સામે ખાધા ખોરાકીનો કેસ પણ કર્યો હતો. બે માસુમ સંતાનની પણ પરવા કર્યા વિના વનિતા કચ્છી ક્યા ચાલી ગઇ છે વનિતાના મોટાભાઇ ચેતન કાનજીએ આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધવાતા પીએસઆઇ વી.ડી. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો