તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જીવનમાં બદલાતી પ્રાથમિકતાૃચ્ ’ફિલ્મો સુધી જ સીમિત નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનમાં બદલાતી પ્રાથમિકતાૃચ્/’ફિલ્મો સુધી જ સીમિત નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે માધુરી દીક્ષિત નેને અને જૂહી ચાવલા મહેતા એક જ ફિલ્મમાં કામ કરવાની સાથે વ્યક્તિગત સ્તર પર એકબીજાની નજીકની મિત્ર પણ બની રહી છે. બંને પોતાના ટોચના દિવસોમાં કટ્ટર પ્રતિસ્પર્ધી હતાં અને યશ ચોપરાની ફિલ્મ દિલ તો પાગલ હૈ’માં જુહીએ બીજી નાયિકાની એ ભૂમિકાનો ઈનકાર કર્યો હતો, જે ભજવીને કરિશ્મા કપૂરે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવો‌ર્ડ‌ જીત્યો હતો. જુહી યશ ચોપરાની ડર’ની અભિનેત્રી હતી અને માધુરીથી બીજા સ્તરની ભૂમિકા તે કરવા માગતી નહોતી. ઉંમર વધવાની સાથે અહંકાર ઓછો થઈ જાય છે અને સ્વાર્થ તથા પ્રાથમિક્તાઓ પણ બદલાઈ જાય છે. માધુરી અને જુહીનાં બાળકો એક જ સ્કૂલમાં ભણે છે. તેથી યુવાવયે જે બાબતોને લઈને મન ખાટાં થઈ ગયાં હતાં, તે હવે નથી અને કદાચ ઉંમર વધવાની સાથે સ્વભાવમાં પણ પરિવર્તન આવી જાય છે.
જુહી ચાવલાને દક્ષિણની બે ફિલ્મો બાદ આમિર અભિનિત કયામત સે કયામત તક’એ સ્ટાર બનાવી તો આ જ સમયમાં તેજાબ’ અને રામ લખન’એ માધુરીને સ્ટાર બનાવી. માધુરીને સૂરજની ફિલ્મે ટોચની સ્ટાર બનાવી, બીજી બાજુ જુહીએ ઊભરતા સ્ટાર શાહરુખ ખાનની સાથે સઈદ મર્ઝિાની ફિલ્મો કરી. માધુરી અનેક વર્ષ ટોચની અભિનેત્રી રહી તો જુહી ચાવલાએ પણ તેનું બીજા નંબરનું સ્થાન જાળવી રાખ્યું. આજે એ બંનેને ભૂતકાળની પ્રતિસ્પર્ધાના દિવસોના પોતાના વર્તન અને મર્યાદિત દૃષ્ટિકોણ બાળસહજ લાગતો હશે અને તેઓ આજે તેના પર હસી પણ લેતા હશે.
આજે દીપિકા પદુકોણ ટોચની સ્ટાર છે તો કેટરીના કેફની તીવ્રસ્પર્ધાનો સામનો પણ તે કરે છે અને રસપ્રદ બાબત એ છે કે રણવીર કપૂરના જીવનમાં જે સ્થાન દીપિકા પદૂકોણનું હતું હવે તે સ્થાન કેટરીના કેફનું છે અને કેટરીના કેફનું ટોચની અભિનેત્રીનું પદ દીપિકા પાસે છે. બંનેને પૂછવામાં આવે કે તેમને સિંહાસન અથવા પ્રેમમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો તમારી પ્રાથમિક્તા કઈ હશે ? આજે બજાર દ્વારા સ્થાપિત માપદંડ અને મૂલ્યોમાં કદાચ બંને જ ટોચના સિંહાસન માટે આકર્ષિ‌ત થશે. જીવનમાં પ્રાથમિક્તાઓનું આ પરિવર્તન માત્ર ફિલ્મો સુધી જ સીમિત નથી, દરેક ક્ષેત્રમાં આમ થઈ રહ્યું છે. આજે કોઈ પણ નેતા મહાત્મા ગાંધીની જેમ બધા જ મોહ છોડી શકતા નથી, બધાને સત્તાનું સિંહાસન જોઈએ છે. આજે કોઈ ભીષ્મ પિતામહ નથી, જે માત્ર એ સિંહાસનના રક્ષણની જ જવાબદારી સંભાળે જેના પર તે સરળતાથી બેસી શકતા હતા પરંતુ તેમના પોતાના હિ‌તમાં તેનો ત્યાગ કરી દીધો. વેદવ્યાસે એ ક્યાંય નથી લખ્યું કે પોતાના પુત્રો અને વંશને જ સિંહાસન અપાવવાની જીદ અંગે પોતાના તૂટતા પરિવારની પીડાએ સત્યવતીને કેવો પશ્ચાતાપ કરાવ્યો હશે ? હકીકતમાં જીવનમાં પ્રત્યેક તબક્કે તમારી પ્રાથમિક્તા બદલાઈ જાય છે, એક સમયે ચંદ્ર મેળવ્યા વિના દૂધ નહીં પીનાર જીદ્દી બાળકને ચતુર માતા પાણીની થાળીમાં ચંદ્રનાં દર્શન કરાવીને દૂધ પીવડાવે છે તો એ જ બાળકને યુવાનીના નિષ્ફળ પ્રેમ સમયે ચંદ્રથી ધૃણા થઈ જાય છે અને ચાંદને આગ લગાડે છે. જીવનની બધી જ ઈચ્છાઓ પાણીના થાળમાં ચંદ્રની છબીની જેમ રહી જાય છે. શૈલેન્દ્રનું ચોરી ચોરી’ માટે લખેલું અંતરા ઈઠલાતા હુઆ નીલમ સા ગગન, કલિયોં પર બેહોશી સી નમી બેચેન હૈ દિલ, જીવન મેં ન જાને ક્યા હૈ કમી’ એક સતત ઉણપ હંમેશાં બનાવી રાખે છે, જેનું કારણ પોતાને જ નહીં ઓળખી શકવાનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો