તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટોક્યિો પર નવા વિચારો નહીં સત્તાનું પ્રભુત્વવિશ્વ જાપાનની રાજધાનીમાં દેશની સત્તા કેન્દ્રિ‌ત થ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક્યિો પર નવા વિચારો નહીં સત્તાનું પ્રભુત્વવિશ્વ જાપાનની રાજધાનીમાં દેશની સત્તા કેન્દ્રિ‌ત થઈ રહી છે, જેનાથી નવા વિચારોનો પ્રવાહ અટકી ગયો છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારે આઠ વાગતા જ સેના’ નીકળી પડી છે લેફ્ટ-રાઈટ, લેફ્ટ-રાઈટ. અકાસાકા, એબિસુ, ગિંજા, કાસુમિગાસેકી, મારુનોઉચી, નિહોમ્બાશી, ઓટેમાચી અને કોણ જાણે ક્યાં-ક્યાંથી તેઓ ટ્રેનમાં સવાર થઈને ટોક્યો સ્ટેશન પર આવી રહ્યા છે. ઘેરા વાદળી રંગ અથવા ગ્રે રંગના સૂટ પહેરીને દૃઢ સંકલ્પથી ભરેલા લોકોની લહેર. સ્ટાઈલથી કપાયેલા વાળ, માથું નીચે, ચહેરો ગંભીર, મૌન. સતત એક પછી એક ટુકડીઓ પસાર થઈ રહી છે. ચહેરા પર સૂરજની પહેલી કિરણો ટકરાય છે પરંતુ પાંપણો ફરકતી નથી. જો કે, વરસાદની થોડી પણ શંકાથી પલળવાના ડરથી રોબોટની ઝડપે છત્રીઓ ખૂલી જાય છે, જાણે વરસાદમાં પીગળી જવા અથવા કાટ લાગવાનો ડર હોય.
સામેથી કોઈ આવી રહ્યું હોય તો આ સેના’ના માર્ગમાં આવવાના બદલે સીડીઓ ચઢીને ખૂણામાં જતા રહેવાનું જ યોગ્ય માને છે અન્યથા તે કચડાઈ પણ શકે છે. સ્ટેશનથી બહાર આવીને આ લોકો ઊંચા-ઊંચા સ્ટીલ અથવા ગ્લાસના ટાવર તરફ વધે છે અને પોતાની કેબિનોમાં જઈને વિખરાઈ જાય છે અને દેશની સત્તા તથા કારોબારની લગામ પકડી લે છે. તેમાં નાણાં, ગૃહ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ જેવા સરકારી મંત્રાલયો, બેંક ઓફ જાપાન, મિત્સુબિશી કંપની જૂથ, નિપલ સ્ટીલ, તોશિબા જેવી મહાકાય કંપનીઓનો સમાવેશ થાય છે.
આ છે સેલેરીમેન’ ((અથવા સૈરરીમેન, જેવો તેમનો પોતાના અંગે ઉચ્ચાર છે)). ર્કોપોરેટ જગતના ધનિકવર્ગ અને અમલદારશાહીના ભાઈબંધ. તેમના બોસીસને ખચાખચ ભરેલી આ કમ્પ્યૂટર ટ%પ ટ્રેનોમાં સવાર થવાનું અપમાન સહન કરવું પડતું નથી. તેઓ ચકચકિત, શોફરવાળી કારોમાં ઓફિસ જાય છે, પરંતુ જાપાનમાં બોસને નિર્ણય કરવાનો વિશેષાધિકાર નથી હોતો. નિર્ણય પહેલાં તેમણે એક્ઝિક્યુટિવની આખી સેનાની સંમતિ લેવી પડે છે.
પ્રત્યેક શહેરમાં આવા પગારદાર કર્મચારી હોય છે, જે તેના અસ્તિત્વ માટે જરૂરી છે. તેમના વિના કોઈ કામ થતું નથી અને દૈનિક જીવન ખૂબ જ મુશ્કેલ થઈ જશે. ટોક્યો હોય કે લંડન અથવા ન્યૂ ર્યોક, બેઇજિંગ, પેરિસ અથવા દિલ્હી, મુંબઈમાં ગીચ જાહેર પરિવહનમાં કામ પર જતી વખતે ક્રશ ઓવર’ જ થાય છે. ભીડમાં દબાયા-કચડાયા વિના તમે ઓફિસ જઈ શકતા નથી.
જો કે, વિશ્વનાં અન્ય શહેરોમાં કામ પર જતાં કર્મચારીઓની ભીડમાં ટોક્યિો જેવા યુનિફોર્મવાળી શિસ્ત જોવા નથી મળતી. ત્યાં વિવિધતા હોય છે. વ્યક્તિના પેશનને દર્શાવતી ફેશન હોય છે. હેરસ્ટાઈલ એવી કે જેનાથી વ્યક્તિ ઉજાગર થાય. દરેક પ્રકારની સ્ટાઈલનાં જૂતાં. આ ભીડમાં મહિ‌લાઓની સંખ્યા વધુ હોય છે તથા તેઓ વધુ ફેશનેબલ હોય છે. આ બધામાં અનેક મહત્ત્વપૂર્ણ બાબતો છે. જાપાનમાં ટોક્યિો સત્તાનું કેન્દ્ર બની રહ્યું છે અને તેમાં પણ સત્તા વધુ ને વધુ કેન્દ્રિ‌ત થઈ રહી છે. ઓસાકા અને કેંસાઈ ક્ષેત્ર કોમ‌ર્સ તથા ફાઈનાન્સના કેન્દ્ર છે, જેમની પોતાની ઓળખ અને જીવંતતા છે. આજે પણ ઓસાકાના લોકો એસ્કલેટરની ડાબી બાજુ જ્યારે ટોક્યોના લોકો જમણી બાજુ ઊભા રહે છે. ((તેની પાછળ એક થિયરી અપાય છે કે ટોક્યોમાં સમુરાઈ યોદ્ધાઓનું પ્રભુત્વ રહ્યું છે, જે ડાબી બાજુ ઊભા રહેતા હતા જેથી તેઓ જમણી બાજુથી શત્રુ સામે તલવાર કાઢી શકે. જ્યારે ઓસાકા વેપારીઓનું શહેર છે, જે જમણી બાજુ ઊભા રહે છે, જેથી ચોરોથી પોતાના ખિસ્સામાં રાખેલા રૂપિયા બચાવી શકે. હવે આ થિયરી શંકાસ્પદ છે, કારણ કે સમુરાઈના જમાનામાં એસ્કલેટર નહોતા.))
પરંતુ ઓસાકાએ હવે પોતાની સ્વતંત્ર જિંદાદિલી ગુમાવી દીધી છે. સુમીતોમો અને સેનવા જેવી તેમની મોટી બેંક ટોક્યોના જૂથોમાં સામેલ થઈ ગયા છે, જેમનું મુખ્યાલય ટોક્યિોમાં જ છે. હવે ૨૦૨૦ના ઓલિમ્પિક રમતોત્સવ ટોક્યોના પ્રભુત્વને વધારી દેશે. જાપાને પરમાણુ બોમ્બના શિકાર બનેલા હિ‌રોશીમા અને નાગાસાકીને પણ જોડીને રમતો માટે દાવો કર્યો હોત તો વધુ સારું હતું. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એક જ શહેર પર વધુ ભાર આપે છે તે સાચું, પરંતુ ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં નૌકાની સ્પર્ધાઓ કિંગદાઓ અને ઘોડેસવારીની સ્પર્ધાઓ હોંગકોંગમાં યોજાઈ હતી. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં નૌકાની સ્પર્ધાઓ વેમાઉથ અને પો‌ર્ટલેન્ડમાં યોજાઈ હતી, જે લંડનથી ૨૦૦ કિ.મી. દૂર છે. અને ફૂટબોલની મેચો તો સમગ્ર બ્રિટનમાં રમાઈ હતી.
જો તમે જાણવા માગતા હોવ કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે તો ટોક્યો વધુ સારી જગ્યા છે, કારણ કે ત્યાં રાજકારણ, અમલદારશાહી અને બિઝનેસની તાકાત કેન્દ્રિ‌ત છે. જાપાનમાં વિદેશી પત્રકારોની એક ક્લબ છે, જે પોતાના અનેક અગ્રણી સભ્યો ગુમાવી ચૂકી છે, કારણ કે તેમના તંત્રી માને છે કે હવે જાપાનમાં દમ રહ્યો નથી, સ્ટોરી તો ચીનમાં મળશે. તેમના બાદ પણ ક્લબ રાજકારણ, બિઝનેસ, કળા, સ્પો‌ર્ટ્સ વગેરેની મોટી હસ્તીઓનું યજમાનપદ કરતી રહે છે અને અનેક શાનદાર ન્યૂઝ સ્ટોરી આપે છે. આ ક્લબની લાઈબ્રેરી ઘણી સમૃદ્ધ છે અને ડાઈનિંગ રૂમ તથા બારમાં સતત ચર્ચા અને વાદ-વિવાદોની વચ્ચે નવા-નવા આઈડિયા આવતા રહે છે. ચિંતા તો આ વિશ્વવિદ્યાલયોની બિઝનેસ અને સરકાર સાથેની નિકટતાને લઈને થવી જોઈએ.
વધુ બૌદ્ધિક આદાન-પ્રદાન કરવું હોય તો ટોક્યોમાં યુનિવર્સિ‌ટી ઓફ ટોક્યો સિવાય પણ અનેક સારી યુનિવર્સિ‌ટી છે. પરંતુ તે એટલી સારી નથી કે તેમને વિશ્વની ૧૦૦ સર્વશ્રેષ્ઠ યુનિવર્સિ‌ટીમાં ગણી શકાય. તેમાંથી ટોક્યિો યુનિવર્સિ‌ટી જે પોતાને આજકાલ યૂ-ટોક્યો કહેવડાવવાનું પસંદ કરે છે, સરકારને સૈરીરીમેનની સેના સપ્લાય કરે છે, જેમને બિઝનેસ હોય કે સરકાર, એક જ પ્રકારના માળખામાં શિક્ષિત કરવામાં આવે છે. જાપાનનું હિ‌ત તો એમાં છે કે તે ઓક્સફ‌ર્ડ‌, કેમ્બ્રિજ, હાર્વ‌ર્ડ‌ અથવા યેલ જેવી ટોચની ૧૦ યુનિવર્સિ‌ટીમાં સામેલ થઈ શકે તેવી યુનિવર્સિ‌ટી બનાવે જે આજુ-બાજુના વાતાવરણથી પ્રભાવિત થયા વિના વિજ્ઞાન અને સમાજમાં તાજા વિચારોનું મોજું લાવી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો