તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લાલુ પ્રસાદ યાદવના અંતનો આરંભ થઈ ગયો છેબિહારમાં સમીકરણો બદલાઇ ગયાં છે લાલુ પ્રસાદ યાદવ પોતાની ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલુ પ્રસાદ યાદવના અંતનો આરંભ થઈ ગયો છેબિહારમાં સમીકરણો બદલાઇ ગયાં છે લાલુ પ્રસાદ યાદવ પોતાની રાજનીતિનો જ ભોગ બની રહ્યા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્તાનું સિંહાસન વાઘની સવારી જેવું છે. તમે જ્યાં સુધી વાઘ ઉપર બેઠાં હોવ ત્યાં સુધી લોકો તમારાથી ડરતા હોય છે. જેવા તમે વાઘ ઉપરથી નીચે ઊતરો કે વાઘ જ તમારો કોળિયો કરી જાય છે. બિહારમાં એક સમયે લાલુ પ્રસાદના નામના સિક્કા પડતા હતા. ચારગોટાળામાં લાલુને જેલમાં જવાનો વારો આવ્યો ત્યારે તેમણે પોતાની અભણ પત્ની રાબડી દેવીને બિહારની ગાદી ઉપર બેસાડી દીધી હતી. લાલુને હવે વાઘની સવારીનું જોખમ સમજાઇ રહ્યું છે. લાલુ પ્રસાદ યાદવ ઇ. સ. ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન કેન્દ્રમાં રેલવેપ્રધાન તરીકે પણ સફળ રહ્યા હતા. ખોટ ખાતી રેલવેને તેમણે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની પુરાંતમાં લાવી દીધી હતી. ઇ. સ. ૨૦૦પમાં બિહારમાં નીતીશકુમારે લાલુ પાસેથી સત્તા આંચકી લીધી હતી. ઇ. સ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં બિહારના મતદારોએ લાલુ પ્રસાદને જાકારો આપ્યો ત્યારથી તેમનાં વળતાં પાણી થયાં છે. લાલુ પ્રસાદને ચાર ગોટાળામાં ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સજા કરવામાં આવી છે અને ૧૦ વર્ષ સુધી ચૂંટણીઓ લડવા સામે મનાઇ ફરમાવવામાં આવી છે.
ટ્રાયલ કો‌ર્ટના ચુકાદા પછી જેલમાં જઇ આવેલા લાલુ પ્રસાદને સુપ્રીમ કો‌ર્ટમાંથી જમાનત મળી ત્યારે તેમણે રાહતનો શ્વાસ ખેંચ્યો હતો. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી લોકસભાની ચૂંટણીઓ દ્વારા તેઓ પુનરાગમન કરવાના શમણાઓ જોઇ રહ્યાં હતા. આ શમણાઓ તેમના રાજકીય હરીફ નીતીશ કુમારે ચકનાચૂર કરી નાંખ્યા છે. નીતીશકુમારે લાગ જોઇને તીર ફેંક્યું છે. લાલુ પ્રસાદના પક્ષ આરજેડીના વિધાનસભ્યોને ખાતરી થઇ ગઇ હતી કે લાલુ પ્રસાદ હવે કોઇ પણ રીતે તેમને ખુરશી અપાવી શકે તેમ નથી, ત્યારે તેઓ તેમને છોડીને ચાલ્યા ગયા છે. લાલુના એક સમયના સાથી રામ વિલાસ પાસવાને પણ તેમનો સાથ છોડી દીધો છે. હવે જો કોંગ્રેસ પણ તેમની સાથેના ગઠબંધન બાબતમાં ફેરવિચારણા કરે તો લાલુ પ્રસાદે લોકસભાની ચૂંટણી એકલા હાથે જ લડવી પડે તેમ છે.
બિહારના બેતાજ બાદશાહ તરીકે ૧પ વર્ષ રાજ કર્યા પછી ઇ. સ. ૨૦૦પમાં વિધાનસભાની ચૂંટણીઓમાં લાલુ પ્રસાદના પક્ષને પ૪ જ બેઠકો મળી હતી અને તે ત્રીજા નંબરે ધકેલાઇ ગયો હતો. ઇ. સ. ૨૦૧૦માં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ થઇ તેમાં ૨૪૩ સભ્યોના ગૃહમાં લાલુના પક્ષને રોકડી ૨૨ બેઠકો જ મળી હતી. હવે ૨૨માંથી પણ ૭ વિધાનસભ્યો બળવો કરીને અલગ થઇ ગયા છે ત્યારે લાલુના હાથમાં ૧પ જ બેઠકો રહી છે. બળવો કરનારા મોટા ભાગના વિધાનસભ્યો મુસ્લિમો છે. આ કારણે લાલુ પ્રસાદની મુસ્લિમ મતબેન્ક જોખમમાં આવી પડી છે. મુસ્લિમોના ટેકા વિના લાલુ પ્રસાદ પોતાની લોકસભાની બેઠક પણ ટકાવી શકશે કે કેમ એ શંકાનો વિષય છે.
સોમવારે બિહારની વિધાનસભામાં જે નાટક થયું તે લોકશાહીના ફારસ જેવું હતું. પ્રજાના મતથી ચૂંટાઇ આવતા વિધાનસભ્યો પણ ઘેટાંનાં ટોળાં જેવાં હોય છે. ગોવાળિયાઓ તેમને જેમ વાળે તેમ તેઓ વળી જાય છે. લાલુ પ્રસાદના વાડામાં રહેલા ૨૨ વિધાનસભ્યો પૈકી ૧૩ને નીતીશ કુમાર પ્રલોભન આપીને પોતાના વાડામાં ઘસડી ગયા હતા. લાલુ પ્રસાદ યાદવ ત્યારે ગફલતમાં હતા. ૧૩ વિધાનસભ્યો વાડો ઠેકીને ચાલ્યા ગયા ત્યારે તેઓ એકદમ સક્રિય બની ગયા હતા. ૧૩ પૈકી ૬ને તેઓ વધુ પ્રલોભન આપીને પાછા પોતાના વાડામાં લઇ આવ્યા હતા. આ આખું નાટક માત્ર ૩૦ જ મિનિટમાં ભજવાઇ ગયું હતું. નીતીશકુમારે ૧૩ વિધાનસભ્યોને પોતાના વાડામા લઇ જવા માટે ક્યું પ્રલોભન આપ્યું અને લાલુ પ્રસાદ તેમને ક્યું પ્રલોભન આપીને પાછા પોતાના વાડામા લઇ ગયા એ પણ સંશોધનનો વિષય છે. ભારતની લોકશાહી કઇ રીતે કામ કરે છે, એ જાણવા માટે કોઇએ આ સંશોધન કરવું પણ જરૂરી છે. લાલુના આરજેડીમાં જે ભંગાણ પડયું છે, તેનો સૌથી મોટો લાભ મુખ્યપ્રધાન નીતીશ કુમારને થશે. ભાજપે નીતીશ કુમારની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો તે પછી ૨૪૩ સભ્યોના ગૃહમાં તેમની પાસે ૧૧પ સભ્યો જ રહ્યાં હતા. અપક્ષ સભ્યોના ટેકાથી નીતીશકુમાર પોતાની સરકાર ચલાવી રહ્યાં છે. હવે જો ૭ બળવાખોર વિધાનસભ્યો નીતીશકુમારના પક્ષમાં જોડાઇ જશે તો તેમની સંખ્યા વધીને ૧૨૨ની થઇ જશે, જે સ્પષ્ટ બહુમતી માટે પૂરતી છે. લાલુ પ્રસાદે નીતીશ કુમાર ઉપર વિધાનસભ્યોની ખરીદીનો આક્ષેપ કર્યો છે, પણ આ બાબતમાં કોઇ રાજકીય પક્ષ દૂધે ધોયેલો નથી. મોકો મળે તે ત્યારે આ પ્રકારનું હો‌ર્સ ટ્રેડિંગ’ કરવાની તક કોઇ ચૂકતું નથી.
લાલુ પ્રસાદની વોટ બેન્કમાં મુસ્લિમો ઉપરાંત દલિતો મુખ્ય છે, જેમા શક્તિશાળી યાદવ કોમનો પણ સમાવેશ થાય છે. લાલુ પ્રસાદના મુસ્લિમો મતદારોનો મોટો ભાગ નીતીશકુમારના પક્ષ જેડી ((યુ)) તરફ વળી ગયો છે. હવે રહ્યા સહ્યા મુસ્લિમ મતદારો પણ લાલુનો સાથ છોડી દેશે. બીજી બાજુ બિહારમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ જોઇને યાદવ મતદારો ભાજપ ભણી વળે તેવી તમામ સંભાવનાઓ છે. જો બિહારના મુસ્લિમ અને યાદવ મતદારો લાલુ પ્રસાદનો સાથ છોડી દે તો તેમના માટે ચૂંટણીઓ જીતવી દુષ્કર બની જાય તેમ છે.
બિહારમાં લોકસભાની ૪૦ બેઠકો છે. આ બેઠકોની વહેંચણી બાબતમાં લાલુના આરજેડી, પાસવાનના એલજીપી અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. કોંગ્રેસ ૧પ અને એલજીપી ૧૦ બેઠકો માગતી હતી. બિહારમાં લાલુને નબળા પડતા જોઇને કોંગ્રેસ હજી વધુ બેઠકો માગે તેવી પણ સંભાવના છે. બિહારમાં કોંગ્રેસ ઇ. સ. ૨૦૦૯માં માત્ર બે બેઠકો જીતી શકી હતી. તેઓ આ બે બેઠકો ૨૦૧૪માં ટકાવી રાખે તો તે પણ મોટી સિદ્ધિ ગણાશે.
બિહારમાં લાલુ પ્રસાદ યાદવનો ઉદય થયો તેમાં મંડલપંચને કારણે જ્ઞાતિઓનાં સમીકરણોમાં આવેલું પરિવર્તન મુખ્યત્વે જવાબદાર હતું. જ્ઞાતિજાતિઓનાં સમીકરણોને પોતાની તરફેણમાં પલટીને લાલુએ પોતાની મતબેન્ક ઊભી કરી હતી. આ મતબેન્ક હવે તેમના હાથમાંથી સરકી રહી છે. લાલુ યાદવે પોતે બનાવેલા ખાડામાં જ પડી ગયા છે.
@ જ્ૂખ્#ૂન્.ત્ગ્ચ્ૂ@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો