તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બસસ્ટેન્ડની જગ્યા પરથી ૧૭ પરિવારનું સ્થળાંતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસસ્ટેન્ડની જગ્યા પરથી ૧૭ પરિવારનું સ્થળાંતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ઉચ્છલ
ફુલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતાં કુકરમુંડા ગામે જે સ્થળે અદ્યતન બસસ્ટેન્ડ બનાવવાનું છે તે સ્થળે રહેતા ૧૭ પરિવારોને અન્ય સ્થળે પ્લોટ ફાળવાતા તેઓમાં આનંદની લાગણી જોવા મળે છે. તેમજ આ માટેની અધિકારીઓએ કામગીરી પણ આરંભી દીધી છે.
કુંકરમુંડા ગામ બજારનું ગામગણાય છે. આ જગ્યા ઉપર ટૂંક સમયમાં જ આધૂનિક સુવિધાવાળુ બસ સ્ટેન્ડ બનાવવા માટે બજેટમાં જોગવાઈ થઈ ગઈ છે. જેને લઈ આ સ્થળે રહેતા ૧૭ પરિવારોને આ જગ્યા ઉપરથી અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવા માટે પ્લોટ ફાળવાયા છે.આ કુંકરમુંડા ગામ ખાતે પડતર જમીનમાં સરવે નં ૬૧/૬૩માં ૨૦-૨૪ના પ્લોટોની ફાળવણી આ સ્થળાંતરિત પરિવારોને કરવામાં આવી હતી. પ્લોટોની ફાળવણી સામે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે મામલતદાર કચેરી તરફથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. તેથી તાપી જિલ્લાના ડીવાયએસપી બી. ઝેડ. પટેલ, ઉકાઈ સીપીઆઈ પવાર સહિ‌તના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. પ્રાંત અધિકારી એસ. ડી. મકવાણા ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબહેન પાડવી, ઉપસરપંચ અમરસિંગ પાડવી તેમજ નિઝર ભાજપ પ્રમુખ ભાસ્કરભાઈ મરાઠી સહિ‌ત તથા સ્થાનિગ આગેવાનો સહિ‌ત ઉપસ્થિત રહ્યાં હતાં.
આગામી ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ જે જગ્યા ઉપર બસ સ્ટેન્ડ બનાવવાનું છે તે જગ્યા ઉપર વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. પોતાના પ્લોટ મળી જવાથી તેઓને આનંદ થયો હતો. જો કે ઘર બાંધવા માટે મદદ કરવામાં આવે તેવી અપેક્ષા પણ તેઓએ સેવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો