તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બેન્ક લાયસન્સ અંગે જાલન કમિટીની ભલામણો સુપરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્ક લાયસન્સ અંગે જાલન કમિટીની ભલામણો સુપરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ . નવી દિલ્હી
નવી બેન્કોના લાયસન્સ માટેની અરજીઓ અંગે બિમલ જાલન કમિટીએ તેનો ભલામણ રિપો‌ર્ટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સુપરત કરી દીધો છે. જેમાં બેન્ક લાયસન્સ મેળવવા માટેની યોગ્યતા ધરાવતા એન્ટીટીના નામો રજૂ કરવામાં આવ્યા છે. જોકે ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિ દ્વારા કેટલાં અને કોના કોના નામોની ભલામણ કરાઇ છે તે અંગે કોઇ વિગતો જાણવા મળી નથી. પહેલી નવેમ્બરથી કમિટીએ તેની કામગીરી શરૂ કરી હતી. નવી બેન્ક સ્થાપવા માટેની ગાઇડલાઇન્સ પણ ગત ફેબ્રુઆરી-૧૩માં જારી કરાઇ હતી અને અરજીઓ સ્વીકારવા માટેની છેલ્લી તા. ૧લી જુલાઇ નક્કી કરાઇ હતી. આરબીઆઇને ૨૭ અરજીઓ મળી હતી તેમાંથી તાતા સન્સ અને વેલ્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ પોતાની અરજીઓ પાછી ખેંચી લીધી હતી. જાહેરક્ષેત્રીય એકમો ઇન્ડિયન પોષ્ટ અને આઇએફસીઆઇ તેમજ ખાનગી ક્ષેત્રના અનીલ અંબાણી જૂથ અને આદિત્ય બિરલા જૂથ સહિ‌ત કુલ ૨પ ખેલાડીઓ મેદાનમાં રહ્યા હતા. જેમાં બજાજ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, રેલીગેર ઇન્ટરપ્રાઇસિઝ અને શ્રીરામ કેપિટલનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા ૨૦ વર્ષમાં આરબીઆઇએ ૧૨ બેન્કોને લાયસન્સ ઇશ્યૂ કર્યા છે. ભારતમાં હાલમાં ૨૭ જાહેરક્ષેત્રીય અને ૨૨ ખાનગીક્ષેત્રની બેન્કો તેમજ પ૬ પ્રાદેશિક ગ્રામિણ બેન્કોનો સમાવેશ થાય છે. જાન્યુઆરી-૧૯૯૩માં દસ બેન્કોને અને ૨૦૦૩-૪માં બે બેન્કોને લાયસન્સ આપ્યા બાદ આરબીઆઇએ નવી કોઇ બેન્કને લાયસન્સ આપ્યા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો