તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાપીમાં અલગ અલગ સ્થળે પાર્ક કરેલી બે બાઇકની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં અલગ-અલગ સ્થળે પાર્ક કરેલી બે બાઇકની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરચક વેપારી લત્તાઓમાંથી બાઈકોની ઊઠાંતરી કરવાનો પણ તસ્કરોને ડર રહ્યો નથી
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપીમાં બે અલગ અલગ સ્થળે પાર્ક કરેલી બે બાઇકની ચોરી થયાની ફરિયાદ ટાઉન અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ધરમપુર માર્ગ ઉપર અબ્રામા સ્થિત પ્રભા પાર્કમાં રહેતા દિવ્યેશ જયંતિલાલ ભંડારીની વાપી ચાર રસ્તા સ્થિત ગોવિંદા કોમ્પ્લેકસની બાજુમાં આવેલા હીના આર્કેડમાં ઓફિસ આવેલી છે. વલસાડથી ઓફિસમાં આવવા જવા માટે દિવ્યેશે સપ્લેન્ડર મોટરસાયકલ ((નં.જીજે-૧પ-પી-૪૩૨૩)) રાખી હતી. બે દિવસ અગાઉ દિવ્યેશ ભંડારીએ પોતાની બાઇક હીના આર્કેડના પાર્કિગમાં મુકીને વલસાડ ચાલી ગયો હતો. બે દિવસ પછી પરત ફરતા તેમની બાઇક પાર્કિગના સ્થાને ન દેખાતા આજુબાજુમાં તપાસ કરાતા ચોરી થઇ હોવાનું જણાય આવ્યું હતું. દિવ્યેશ ભંડારીએ બાઇક ચોરી અંગે મંગળવારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અન્ય એક બનાવમાં રાતા પંડોળગામે બીજા ફળિયામાં રહેતા પ્રદીપ દેવુ નાયકે સપ્લેન્ડર બાઈક ((નં.જીજે-૧પ-એસએસ-૨૯૬૧)) જીઆઇડીસી સ્થિત હોટલ પ્રાઇમની બાજુમાં આવેલા વરૂણ શોપિંગ સેન્ટરમાં પાર્ક કરી હતી. ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી અથવા અન્ય રીતે બાઇકની ચોરી કરી ગયું હતું. ચોરી અંગે પ્રદીપ નાયકે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જો કે, આ ઘટના બાદ તસ્કરોને વલસાડ અને વાપી શહેરના ભરચક એવા વેપારી લત્તામાંથી ચોરીમાં પણ કોઈ ખોફ રહ્યો ન હોયતેવું વર્તાઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો