તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાપીની ત્રણ કંપનીઓને રિવોકેશન મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીની ત્રણ કંપનીઓને રિવોકેશન મળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેસ્ટ પેપરમિલ, એરોકેમ ઇન્ડસ્ટ્રી અને શ્રી દત્ત કેમિકલને રિવોકેશન મળ્યું
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપીમાં પ્રદૂષણ કરતી કંપનીઓને જીપીસીબી દ્વારા એક પછી એક ક્લોઝરનો ચમકારો આપ્યો હતો. જેમાં કેમિકલ કંપનીઓ, એન્જિનિયરીંગ કંપનીઓ અને પેપરમિલોને સકંજામાં લીધી હતી. જોકે, તેમને ક્લોઝર આપ્યા બાદ ટુંક જ સમયમાં તેમને રિવોકેશન પણ મળી રહ્યું છે. તાજેતરમાં વાપીની કેટલીક કંપનીને મળેલી ક્લોઝર બાદ ત્રણ કંપનીને રિવોકેશન મળી ગયું છે.
જીપીસીબીએ છેલ્લા થોડા ફેબ્રુઆરી માસ દરમિયાન ૧૦ જેટલી કંપનીઓને ક્લોઝર પાઠવી હતી. આ ક્લોઝર પૈકી અનેક કંપનીઓને રિવોકેશન મળી રહ્યું છે. વાપીની એરોકેમ ઇન્ડસ્ટ્રી, શ્રી દત્ત કેમિકલ અને બેસ્ટ પેપરમિલના બે યુનિટને ક્લોઝર મળી હતી. આ ત્રણેય કંપનીઓને ફરીથી રિવોકેશન મળી ગયું છે. જેના પગલે આ બંને કંપનીઓ ફરીથી ધમધમતી થઇ જશે.
વાપીમાં ડિસેમ્બર માસમાં ૨પ કંપનીઓને ક્લોઝર ફટકારાઇ હતી. ત્યાર બાદ ક્લોઝરનું પ્રમાણ ઓછું થતું ગયું હતુ. જાન્યુઆરીમાં ૧પ જેટલી કંપનીઓને અને ફેબ્રુઆરીમાં ૧૦ જેટલી કંપનીઓને ક્લોઝર મળી હતી. જોકે, જાન્યુઆરીથી ક્લોઝર બાદ રિવોકેશન મળવાનું પણ તુરંત ચાલુ થઇ ગયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો