• Gujarati News
  • લસકાણા ગામે પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું મોત

લસકાણા ગામે પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કામરેજ
માકણાથી મોરથાણા તરફ જતા રોડ ઉપર ગુરુવારના રોજ ચીકુવાડીની સામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં ગામના જ બે યુવાનો વચ્ચે પડી સમાધાન કરવાનું કહેતા પતિએ વચ્ચે પડેલા યુવાનને પેટમાં લાત મારતાં મોત નીપજ્યું હતું.
પાલોસી સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ તાલુકાના માંકણા ગામમાં ટાંકી ફળિયામાં રહેતી ૨૮ વર્ષી‍ય શશીકાંત ગુણવંતસિંહ પરમાર તથા ધોરણ ૧૦માં અભ્યાસ કરતો મિત્ર નવનીત મહેશભાઈ ચૌહાણ જે બંને મિત્ર ગુરુવારના રોજ નિત્યક્રમ મુજબ ગામથી અડધો કિમી માંકણાથી મોરથાણા જતા રોડ ઉપર રતિલાલ પટેલના ખેતરમાં આવેલ બંગલા જવા માટે સાંજે ૭.૦૦ કલાકે શશીકાંતની મોટરસાઈકલ લઈને નીકળ્યા હતાં. ત્યાં બંગલાએ બેઠા હતી ત્યારે શશીકાંત પર બંગલાની પાસે ખેતરના રખેવાળાના ફોન આવ્યો હતો કે ત્યાં છોકરીને એક યુવાન ઝઘડો કરે છે. છોકરી રડતી રડતી માંકણા ગામ બાજુ આવી રહી છે આ વાત સાંભળતા જ બંને મિત્રો મોટરસાઈકલ લઈને હસુભાઈ પટેલની ચીકુવાડીની સામે ગામના રેખાબહેન અને પતિ મહેશ નટવરભાઈ વસાવા ((નહેર ફળિયું માંકણા)) બંને દંપતિ ઝઘડતા જોય શશીકાંતે રેખાબહેનને પૂછતાં પતિએ અપશબ્દો બોલી મારમારી રહ્યો છે. તેમ કહેતા શશીકાંતે મહેશને જણાવ્યું પત્નીને શું કામ મારે છે. ઘરે જઈ સૂઈ જાવો તેમ કહેતા જ મહેશે ઉશ્કેરાઈ જઈ મારી પત્ની છે હું ગમે તે કરું તારે શું લેવા દેવા તેમ કહી મહેશે શશીકાંતનો શ‌ર્ટનો કોલર ખેંચને ઝપાઝપી કરતાં નવનીત બંને ઈસમોને છૂટા પડયા હતાં. નવનીત અને શશીકાંત બંને મિત્રો મોટરસાઈકલ પાસ ચાલતા ચાલતા જતા હતાં ત્યારે મહેશ ઝડપથી એકદમ આવી શશીકાંતના પેટના ભાગે જોરદારથી લાત મારતા તે નીચે પટકાઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં આવી જતા નવનીતે ગામમાં ફોન કરીને આ વાતની જાણ કરી હતી. જેને પગલે ઘટના સ્થળે ગ્રામજનો ધસી આવ્યા હતાં. શશીકાંતને સારવાર માટે ખાનગી વાહનથી કડોદરા હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કરતાં નવનીત ચૌહાણે મહેશ વસાવા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં આપી હતી. અને શુક્રવારના રોજ કામરેજ પીઆઈ આર. આર. પારેખ મહેશ વસાવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.