• Gujarati News
  • વાલોડ તાલુકામાં ધોરણ ૧૦ના ૨૦૩૮ વિદ્યાર્થી‍ઓ બેઠા

વાલોડ તાલુકામાં ધોરણ ૧૦ના ૨૦૩૮ વિદ્યાર્થી‍ઓ બેઠા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ : વાલોડ તાલુકાના ત્રણ પરીક્ષા કેન્દ્રો પર ધો.૧૦ નાં ૨૦૩૮ઓએ શાંતિપૂર્ણ રીતે પ્રથમ પ્રશ્નપત્ર સંપન્ન કર્યુ છે.જેમાં બુહારી બી. ટી. એન્ડ કે એલ. ઝવેરીમાં કુલ ૮૯૪માંથી ૮૬૯ હાજર રહ્યાં હતાં અને ૨પ ગેરહાજર રહ્યાં હતાં. સ. ગો હાઈસ્કૂલ વાલોડ પ૪૦ પૈકી પ૩૩ વિદ્યાર્થી‍ઓ હાજર રહ્યાં હતાં અને ૭ વિદ્યાર્થી‍ઓ ગેરહાજર રહ્યાં હતાં. આર. વી. પટેલ બાજીપુરા સ્કુલ ખાતે ૬૩૮માંથી ૬૩૬ હાજર રહ્યાં હતાં અને બે ગેરહાજર રહ્યાં હતાં. એમ કુલ મળીને ૨૦૩૮માંથી ૩૪ ગેરહાજર રહ્યાં હતાં. વાલોડ તાલુકાની બુહારી બાજીપુરા વાલોડ કેન્દ્ર પરથી વિવિધ શાળાના વિદ્યાર્થી‍ઓએ પોતાનું પ્રથમ પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કર્યું હતું.તથા વાણીજ્ય પ્રવાહમાં નગરના મૂળતત્વનો પેપરમાં ૨પ૬ વિદ્યાર્થી‍ હાજર રહ્યાં હતાં જ્યારે બે વિદ્યાર્થી‍ઓ ગેરહાજર રહ્યાં હતાં.