• Gujarati News
  • બોરીસવારમાં નાળાની સંરક્ષણ દીવાલ તૂટી જતાં ભય

બોરીસવારમાં નાળાની સંરક્ષણ દીવાલ તૂટી જતાં ભય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
સોનગઢના તાપી કિનારેના ગામ એવા બોરીસવાર પાસે એક ગરનાળું આવેલું છે. આ ગરનાળામાં થઈ બારેમાસ પાણી વહેતા જોઈ શકાય છે. આ રસ્તેથી દરરોજ અંદાજિત એકસો કરતાં વધુ રેતી ભરેલી ટ્રક પાસર થાય છે. આ ગરનાળું સાંકડુ હોય ભૂતકાળમાં કોઈ વાહનની ટક્કરે ગરનાળાની સંરક્ષણ દીવાલ તૂટી ગઈ હતી. એ પછી થોડા સમય બાદ બીજી તરફ દીવાલ પણ ક્ષતિગ્રસ્ત બની હતી.
હાલમાં ગરનાળાની બંને તરફની દીવાલ તૂટેલી જોવા મળે છે. આ રસ્તેથી દરરોજના સેંકડો વાહન પસાર થાય છે ત્યારે કોઈક વાહનધારકો જરા સરખી ભૂલ કરે તો વાહન સાથે સીધો ગરનાળામાં ખાબકવાની સંભાવના છે. આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ અગાઉ પણ રજૂઆત કરી હતી, પરંતુ એ અંગે ધ્યાન અપાયું નથી.આ ગામ તથા તેની આસપાસથી મોટા પ્રમાણમાં રેતી કાઢવામાં આવે છે.