• Gujarati News
  • અકસ્માત બાદ માથાભારે શખ્સે શિક્ષક પરિવારને તલવારથી ડરાવ્યા

અકસ્માત બાદ માથાભારે શખ્સે શિક્ષક પરિવારને તલવારથી ડરાવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાયણ
મોરથાણ ગામે રહેતા કમ્પ્યૂટર શિક્ષક ઘરેથી સાયણ ગામે કોઈ કામ અર્થે કાર લઈને જતા હતાં. સાંધીયેર ગામ નજીકથી પસાર થતી વેળાએ સામેથી આવતી વાનના ચાલકે શિક્ષકની ફોરવ્હીલ કાર સાથે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ થયેલી બોલાચાલીમાં વાનના માથાભારે ચાલકે આવેશમાં આવી શિક્ષક અને તેની પત્ની પર તલવાર વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. આ ઘટના સ્થાનિકોએ જોતાં ટોળાંએ પકડી લેતા મોટી ઘટના બનતાં રહી ગઈ હતી.
ઓલપાડ તાલુકાના મોરથાણ ગામનો વતની અન કોસંબા ખાતે કમ્પ્યૂટર ક્લાસ ચલાવતો ટીચર કૌશિક વિનોદભાઈ દેસાઈએ બુધવારના બપોરે ત્રણ કલાકે પત્ની અને બાળકો સાથે કાર નં ((જીજે-પજેએ-૭પ૪૩)) લઈને કામ અર્થે સાયણ ગામ તરફ આવતા હતા. આ વખતે સાંધીયેર ગામ નજીક પહોંચતા સ્વામીનારાયણ મંદિર તરફના રોડ પરથી અચાનક પૂરઝડપે આવી ચઢેલી મારૂતિ વાન ((જીજે-પ -૮પપ૪))ના ચાલકે ગફલત ભરી રીતે હંકારી શિક્ષકની કાર સાથે અકસ્માત કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટયો હતો.