• Gujarati News
  • માલીબા ફાર્મસીમાં તેજસ્વી તારલાને સુવર્ણચંદ્રક એનાયત

માલીબા ફાર્મસીમાં તેજસ્વી તારલાને સુવર્ણચંદ્રક એનાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિ‌ટી અંતર્ગત માલીબા ફાર્મસી કોલેજનો બે દિવસનો વાર્ષિ‌કોત્સવ પ્રાંજલ ૨૦૧૪નો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો,
કોલેજમાં વિદ્યાર્થીના જીવનમાં ભારતીય પ્રણાલીનું માન જાળવવા માટે વાર્ષિ‌કોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બીફાર્મ અને એમ. ફાર્મના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ જેવી કે નૃત્ય, ગાન, વાદન, નાટક,એકપાત્રીય અભિનય, વિવિધતામાં એકતા ભારતીય પ્રણાલી આધરિત ફેશન શો, પૂર્વ ચલચિત્રો આધારિત ફેશન શો, મીમીક્રી વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન કુલપતિ ડો. ડી. આર. શાહે વિદ્યાર્થીઓને કલાના પ્રદર્શન દ્વારા પોતાની અંદર રહેલા ભયને દૂર કરી જીવનમાં આવતાં સામાજિક, માનસિક, વ્યવસાયીક પડકારો સામે ઝઝૂમવાની તાલીમ લેવાની અભિવ્યક્તિ કરી હતી. અતિથિવિશેષ કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્વવિકાસ કરી પોતાનું માલીબા પરિવાર તથા સમગ્ર સમાજનું નામ રોશન કરી ઋણ ચૂકવવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. આચાર્ય ડો. શૈલેશ શાહે વિદ્યાર્થીઓને સ્વ પ્રતિભા દ્વારા ઉચ્ચ કેરિયર બનાવી પોતાની મંઝીલ સુધી પહોંચવાનો અનુરોધ કર્યો હતો. વર્ષ દરમિયાન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિજેતા બનનાર તમામ વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતાં. ફાઈનલ બી. ફાર્મ અને ફાઈનલ અમ ફાર્મમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઅને જી. અચ. ભક્તા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સુવર્ણ ચંદ્રક અનાયત કરવામાં આવ્યા હતાં.