• Gujarati News
  • તાપી જિલ્લામાં ૪૮૭ પોસ્ટરો હટાવી દેવાયા

તાપી જિલ્લામાં ૪૮૭ પોસ્ટરો હટાવી દેવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં ૪૮૭ પોસ્ટરો હટાવી દેવાયા
વ્યારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની ભારતીય ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર થતાની સાથે જ સમ્ગર દેશમાં આદર્શ આચારસંહિ‌તા અમલમાં આવી છે. આચારસંહિ‌તાને અનુલક્ષી તાપી જિલ્લામાં જાહેર જગ્યાએ લગાવાયેલા રાજકીય પક્ષો અને નેતાઓના પોસ્ટ‌ર્સ, ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાપી જિલ્લાના જાહેરસ્થળોએ લગાવવામાં આવેલ ૧૩પ પોસ્ટ‌ર્સ, પ૨ બનેરો અને ૨૮૧ અન્ય સામગ્રી તથા ૧૯ ભીતચિત્રો પર ચૂંટણી પંચની સૂચનાથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં વાહનોના દૂરુપયોગ લાઉડ સ્પીકર ગેરકાયદે ઉપયોગ, પરવાનગી વગર સભા કે સરઘસ કાઢવાનો કોઈ બનાવ બન્યો ન હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી રંજીથકુમારે જણાવ્યું હતું.