• Gujarati News
  • કોસંબા પોલીસ મથકની મુલાકાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ

કોસંબા પોલીસ મથકની મુલાકાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ મથકની મુલાકાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ
કોસંબા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળામાં બાળકો સમાજ પ્રત્યેની પોતાની જવાબાદરી સમજી ભવિષ્યમાં સારા વ્યક્તિ બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ બને તે માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટની રચના કરાઈ છે. જે અંતર્ગત કોસંબા ટીમના બળ પોલીસોએ ચાર્જ કોસંબા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેઓએ પોલીસની કાર્યપ્રણાલી નિહાળી હતી. પોલીસ સ્ટેશનમાં આ કેડેટને પોલીસ દ્વારા રોજબરોજમાં ઉપયોગમાં આવતાં હથિયારોનું નિર્દેશન કરી હથિયારો કેવી રીતે વપરાય છે તેની સમજણ ટ્રેનર દીપકભાઈ અને મંગીબહેને આપી હતી. પોલીસના હથિયારોને રૂબરૂ નિહાળી તેને પકડી વિદ્યાર્થીઓ ઘણાં ખુશ થયા હતાં અને પોલીસ રોજબરોજ કેવી રીતે કાર્ય કરે અને શું કામકાજ થાય છે તે વિશે સમજણ અપાઈ હતી.