• Gujarati News
  • મુળદ ગામે ખેડૂતના એટીએમનો પીન માંગી ૩૨ હજારની ઉઠાંતરી

મુળદ ગામે ખેડૂતના એટીએમનો પીન માંગી ૩૨ હજારની ઉઠાંતરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંક ઓફ બરોડા અમદાવાદથી બોલું છુ કહી વિગતો મેળવી
ભાસ્કર ન્યૂઝ. કીમ
ઓલપાડ તાલુકાના મુળદ ગામે રહેતા ખેડૂતના એટીએમ ખાતામાંથી મેઈન ઓફિસ અમદાવાદથી અધિકારી બોલું છું એમ કહી ફોન પર પીન નંબર જાણી એક જ દિવસમાં ૩૨૦૦૦ની રકમ ઉપાડી લેવાની ઘટના બની હતી. આ અંગે ભોગ બનનાર ખેડૂતે કીમ ઓપીમાં ફરિયાદ
આપી છે.
આ અંગે મલતી વિગત અનુસાર ઓલપાડ તાલુકાના કીમને અડીને આવેલ મુળદ ગામે રહેતા ખેડૂત સંજયભાઈ ભગવતીભાઈ પટેલના મોબાઈલ નંબર ૮૭પ૭૩ પ૨૦૨૮થી અમદવાદથી ફોન આપ્યો હતો. આ નંબરથી ફોન કરનાર ઈસમે પોતાની ઓળખ બેંક ઓફ બરોડા, અમદાવાદના અધિકારીની આપી હતી.ત્યારબાદ સંજયભાઈને તેઓનો એટીએમ કા‌ર્ડ‌ રદ્દ થઈ રહ્યો છે. તો તમારી એટીએમ ચાલુ રાખવું હોય તો તમારો એટીએમ નંબર આપો અને પીન નંબર આપ્યો હતો. થોડી મિનિટ બાદ સંજયભાઈને શંકા જતાં તેઓ કીમ ((પૂર્વ))માં આવેલી બેંક ઓફ બરોડામાં જતા પાસબુકમાં એન્ટ્રી કરાવતાં આજની તારીખમાં દશ વાર થોડાથોડા રૂપિયા ઉપાડી કુલે ૩૨૦૦૦ જેટલી રકમ ઉપાડી લેવાઈ હતી.
આથી સંજયભાઈએ ચિટિંગનો ભોગ બન્યાનો અનુભવ્યું હતું. તેઓ નિરાશ થતાં કીમ ઓપી પર પહોંચી કીમ પોલીસને વિગત જણાવી અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. દિનપ્રતિદિન ઉપરોક્ત કિસ્સા બની રહ્યાં છે. ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. આજરોજ એટીએમમાંથી ૩૨૦૦૦ ઉપાડી લેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.