• Gujarati News
  • વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા
બારડોલી બારડોલી સુગર ફેક્ટરી નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લામાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા બે ઈસમોને આરઆરસેલ પોલીસે રંગેહાથ ઝડપાઈ ગયા હતાં, જ્યારે મુખ્ય સુત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો. જુગારના ૧૭ હજાર રોકડા રૂપિયા પણ કબજે કરાયા હતા. સુરત આરઆરસેલ પોલીસને મળેલી બાતમી આધારે મંગળવારે સવારે બારડોલી સુગર ફેક્ટરી નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં રેડ પાડી હતી. અહીં જાહેરમાં બેસી આવતા જતા પૈસા લગાવી વરલી મટકાનો નીકળતો આંકડા પરનો જુગાર રમાડી ૧૭૩૨૦ તથા બે મોબાઈલ કિંમત ૧૮૩૨૦નો મુદ્દામાલ સાથે હારૂન ગુરૂભાઈ મનસુર ((રહે. હીદાયત નગર બારડોલી)) રફીક કસમભાઈ શેખ ((તલાવડી, બારડોલી)) રંગેહાથ ઝડપી પાડયા હતાં. મૂખ્ય સૂત્રધાર ગણાતો અબ્બાસ ઈબ્રાહીમ પટેલ ((રહે. રાજીવનગર, બારડોલી))ને વોન્ટેડ જાહેર કર્યો હતો. જુગાર અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.