• Gujarati News
  • આપત્તિના સમયે વિદ્યાર્થીઓને તાકીદે સારવાર મુદ્દે માર્ગદર્શન

આપત્તિના સમયે વિદ્યાર્થીઓને તાકીદે સારવાર મુદ્દે માર્ગદર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. માંડવી
માંડવી નગરપાલિકાના અગ્નિ‌શામક દળ દ્વારા અંધાત્રી શાળા, કન્યાશાળા, કુમાર શાળા જેવી પ્રાથમિક શાળાઓમાં આપત્તિકાલીન સમયે પગલાં માટેની સમજણ આપી હતી. જેમાં માંડવી પોસઈ ડી. એન. ચુડાસમા અને ફાયરના અધિકારીઓ વિદ્યાર્થીઓ સામે હાજર રહી જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
માંડવી નગરપાલિકાના ફાયર ઓફિસર રાજેશભાઈ જોધપુરીયાની આગેવાની હેઠળ પાલિકાની ફાયર ટીમે નગરની પ્રાથમિક શાળાઓમાં આપત્તિકાલીન સમયે ઉપયોગી થતાં સાધનોનું પ્રદર્શન પણ યોજ્યું હતું. તેઓએ બાળકો તથા શિક્ષકોને ઉપયોગિતા અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ સાથે ઓચિંતી આવી પડતી આફતોમાં તાત્કાલિક પ્રાથમિક પગલાં સાથેની સારવાર અને જરૂરી સૂચનો કરાયા હતાં. માંડવી પોસઈ ડી. એન. ચુડાસમાએ પણ હાઈસ્કૂલના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોને સાથે રાખી સામાન્ય સેવચેતી પણ મોટી દુઘ્ર્‍ાટનામાંથી બચાવી શકે તેવી સમજણ આપી હતી.