• Gujarati News
  • માંડવી ઝંખવાવના રોડ ઉપર સર્જા‍યેલી આગની ઘટનાૃચ્ ’

માંડવી- ઝંખવાવના રોડ ઉપર સર્જા‍યેલી આગની ઘટનાૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. માંડવી
માંડવી તાલુકામાં દિવસ રાત ધમધમતા ગોળના કોલા સમતીના નામે મીંડુ દેખાઈ રહ્યું છે. આ કોલા ઉપર અવરનવર નાની મોટી દુઘ્ર્‍ાટનાઓ થતી રહે છે. દરમિયાન ઝંખવાવ રોડ પર મોડી રાત્રિએ લાગેલી આગમાં નાસભાગ થઈ ગઈ હતી, પરંતુ નસીબજોગ કોઈ જાનહાની નોંધાઈ ન હતી.
માંડવી- ઝંખવાવ રોડ પર છેલ્લા ઘણાં સમયથી ધમધમી રહેલા ગોળના કોલાઓ નીતિ નિયમો કે સલામતીના પગલાંની ઐસી તૈસી કરી રહ્યાં છે. જેના પરિણામે નાની નાની દુઘ્ર્‍ાટનાઓ સર્જા‍તી રહે છે. પરંતુ આખી ઘટનાઓ પર ઢાંક પીછોડો કરી દેવામાં આવે છે. વળી અધિકારીઓને પણ મનાવી લઈ રાત દિવસ શેરડીનું પિલાણ કરાય છે.
આ કિસ્સામાં સલામતીના કોઈ પણ પગલાં લેવાતા નથી અને આવી બિનસલામત સ્થિતિમાં લાખોનો વેપલો કરતાં કોલા માલિકો સામે અધિકારીઓ આંખ આડા કાન કરી લઈ જાણે બિન અધિકૃત તથા બિન સલામત ધંધાને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
માંડવી- ઝંખવાવ રોડ પર આવેલ ગોળના કોલા પર અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં શેરડીના કૂચા સહિ‌ત આગની લપેટમાં ઘણું નુકસાન થાય તેવા સંજોગો ઊભા થયા હતાં. પરંતુ માંડવી પાલિકાને જાણ કરતાં જ ફાયર બ્રિેગડ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ પાણીનો મારો ચલાવતાં આગ કાબૂમાં આવી હતી અને મોટું નુકસાન થતું અટક્યું હતું.
આમ માંડવી તાલુકામાં ચાલતાં ગોળના કોલાના માલિકોની રૂપિયા કમાવવાની લાહ્યમાં મજૂરોની સલામતી બાબતે પણ સતત બેદરકાર રહે છે ત્યારે આવા તત્વો પર કડક હાતે કામગીરીની માંગ ઉઠી છે.
આ બનાવને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે કોઈ જાનહાની થઈ ન હતી.