• Gujarati News
  • મહુવામાં ૨૭૦૦થી વધુ વિદ્યાર્થી બો‌ર્ડ‌ની પરીક્ષા આપશે

મહુવામાં ૨૭૦૦થી વધુ વિદ્યાર્થી બો‌ર્ડ‌ની પરીક્ષા આપશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહુવા
આગામી ગુરુવારથી લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની સામાન્ય પ્રવાહની વાર્ષિ‌ક પરીક્ષા માટે મહુવા તાલુકાની શાળાઓ સજ્જ થઈ ગઈ છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. મહુવા તાલુકામાં ૧૯૮૬ વિદ્યાર્થીઓ એસએસસી અને ૭પ૬ વિદ્યાર્થીઓ એચએસસીની આપી રહ્યાં છે.
આગામી ગુરુવાર ૧૩ માર્ચથી ગુજરાત શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. જેમાં તાલુકાના મહુવા અને અનાવલ હાઈસ્કૂલમાં એસએસસી અને એચએસસીનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જ્યારે વલવાડા અને કરચેલિયા હાઈસ્કૂલ ફક્ત એસએસસીનું કેન્દ્ર ફાળવાયું છે.
મહુવા તાલુકાની તમામ શાળાના સંચાલકો દ્વારા બો‌ર્ડ‌ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગેરરીતિના બનાવ ન બને તે માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બો‌ર્ડ‌ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ બુધવારના રોજ શાલા બહાર મુકેલ નોટીસ બો‌ર્ડ‌ પર બ્લોક નંબર અને બેઠક નંબર જોઈ શકશે.