• Gujarati News
  • ગોળીગઢના મેળાએ બારડોલી ડેપોને બે લાખની આવક કરાવી

ગોળીગઢના મેળાએ બારડોલી ડેપોને બે લાખની આવક કરાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી વિસ્તારમાંથી મેળામાં જવા માટે ૧૧ હજારથી વધુ ભક્તોએ એસટીની મુસાફરી કરી
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
બારડોલી એસટી ડેપો વિભાગે વાંસકૂઈ ગામે ગોળીગઢ બાપુના મેળામાં રવિવારે દિવસ દરમિયાન ૧૧ હજારથી વધુ મુસાફરોને મેળામાં આવવા જવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જેને કારણે એસટી ડેપોને બે લાખ રૂપિયાથી વધુની આવક મેળવી હતી.
મહુવા તાલુકાના વાંસકૂઈ ગામે દર વર્ષે હોળી પહેલાના રવિવારે ગોળીગઢ બાપાનો મેળો ભરતો હોય છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિ‌ત અન્ય રાજ્યોમાંથી પણ ભાવિક ભક્તો માનતા ચઢાવવા જાય છે. આ યાત્રાળુઓ માટે બારડોલી ડેપો દર વર્ષે ભાવિક ભક્તોને આવવા જવાની સુવિધા કરી આપે છે, જેના કારણે સારી આવક પણ મેળવતા હોય છે.
રવિવારના રોજ ગોળીગઢના મેળામાં બારડોલી ડેપોના મેનેજર મનોજ ચૌધરીએ રોજના રૂટો કાપી બસોનું આયોજન કરી દિવસ દરમિયાન મેળામાં સુવિધા આપી હતી. જેમાં માંડવી અને સોનગઢ ડેપોની પણ ૧૦ બસ ફાળવવામાં આવી હતી. જ્યારે બારડોલી ડેપોની અંદાજિત પ૦ બસ મેળાના રૂટ પર અવારનવાર દોડી હતી.
દિવસ દરમિયાન ૨૨૦ ટ્રીપમાં અંદાજિત ૧૧ હજારથી વધુ મુસાફરોને મેળાની જવા આવવાની સુવિધા આપી હતી. જેમાં અંદાજે ૨ લાખની આવક થઈ હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું. જોકે, સ્થાનિક રૂટ પર રોજની દોડતી બસોના મુસાફરોને અસુવિધા ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.