• Gujarati News
  • સુરતના માલિકના ફાર્મ હાઉસમાંથી ~ ૪.૭પ લાખનાં સાધનોની ચોરી

સુરતના માલિકના ફાર્મ હાઉસમાંથી ~ ૪.૭પ લાખનાં સાધનોની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . બારડોલી
ઉમરપાડા તાલુકાના ચીમીપાતાલ ગામે આવેલા સુરતનાં માલિકનું એક ફાર્મ હાઉસમાં કોલ્ડસ્ટોરેજના પડતર મકાનમાં મૂકેલા ગ્રીનહાઉસનાં ખેતી લાયક સાધન-સામગ્રી તેમજ ડ્રીપનો સામાન મૂકવામાં આવ્યો હતો. આ સામાન તસ્કરો રાત્રિ સમય દરમિયાન મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંદાજિત ૪.૭પ લાખના સાધનોની ચોરી કરી ગયા હતાં. પોલીસને જાણ કરતાં સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઉમરપાડા તાલુકાના ચીમીપાતાલ ગામે કમલેશભાઇ જશવંતભાઇ હીરપરા(( રહે, સુરત))નું ફાર્મ હાઉસ આવેલું છે. જેમાં ગ્રીન હાઉસનો સામાન નજીકનાં કોલ્ડ સ્ટોરેજનાં પડતર મકાનમાં ગ્રીન હાઉસનો ડ્રીપ સામાન અને ખેતીનાં ઉપયોગી સાધન સામગ્રી સહિ‌ત કુલ ૪.૭પ લાખનો સામાન મુકવામાં આવ્યો હતો.
મંગળવારની રાત્રે કોલ્ડ સ્ટોરેજનાં પડતર મકાનમાં તસ્કરો એકલતાનો લાભ ઉઠાવી મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર ઘુસ્યાં હતાં અને ઉપરોક્ત તમામ સામાનની ચોરી કરી પલાયન થઇ ગયા હતાં.
આ હકીકત અંગે સવારે જાણ થઇ હતી. ફાર્મહાઉસનો મેનેજર સંકેત ગૌરાંગભાઇ ઝવેરીએ ઉમરપાડા પોલીસમાં ફરિયાદ આપી હતી. ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસ અધિકારી પી.બી. પટેલિયાએ હાથ ધરી હતી.
ઉંમરપાડા વિસ્તારમાં છેલ્લા કેટલાયે દિવસોથી તસ્કરોએ ધામોનાંખ્યો છે. ગત દિવસોમાં પણ થયેલી ચોરીના કેટલાક ભેદ ઉકેલાયા નથી ત્યાં આજે થયેલી ચોરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે ત્યારે આ તસ્કરોએ તાકીદે ઝડપી પાડવામાં આવે તેવી માગ આ વિસ્તારના રહીશો કરી રહ્યાં છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ચોરી થવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામજનોએ રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવા માટે માગણી કરી છે.