• Gujarati News
  • કીમ ચાર રસ્તા વિસ્તારમાં આરટીઓનું વાહન ચકિંગ

કીમ ચાર રસ્તા વિસ્તારમાં આરટીઓનું વાહન ચકિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા : બારડોલી આરટીઓ કચેરીના આરટીઓ ઈન્સ્પેક્ટરોની ચાર ટુકડીએ આજરોજ કીમ ચાર રસ્તા તેમજ કીમ- માંડવી સ્ટેટ હાઈવે ઉપર ટ્રકોનું ચેકિંગ અભિયાન હાથ ધરી ૨૨ વાહનને ઓવરલોડ માલ ભરતાં ઝડપી પાડી ૯૦ હજારનો દંડ ફટકાર્યો છે. બારડોલી આરટીઓ કચેરીના ઈન્સ્પેક્ટર એમ. ટી. વસાવા તેમજ અન્ય અધિકારી કે. બી. રાઠોડ, બી. એ. ચાવડા, પી. બી. ચૌધરીની ટીમે આજરોજ આખો દિવસ કીમ ચાર રસ્તા તેમજ કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જતાં રાજકીય ધોરી માર્ગ ઉપર વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં રેતી, કપચી, માટી વગેરે ઓવરલોડ ભરીને જતી ૨૨ જેટલી ટ્રક ડમ્પરો અને હાયવાઓને ઝડપી પાડયા હતાં. તેમને કુલ ૯૦,૯૦૦નો દંડ કરી તેની વસૂલાત કરવામાં આવી હતી.