તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વ્યારાના પાટી ગામે ખેતરના વૃક્ષો કાપી નાંખતા ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાના પાટી ગામે ખેતરના વૃક્ષો કાપી નાંખતા ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
વ્યારા તાલુકાના પાટી ગામે રહેતા એક ખેડતના ખેતરમાં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા છેલ્લા કેટલાય સમયથી ખેતરમાં નુકસાન પહોંચાડવાને પગલે ગતરોજ ખેડૂત દ્વારા ડોલવણ આઉટ પોસ્ટ અંગે ફરિયાદ કરી તાકીદે નુકસાન કરનારોને ઝબ્બે કરવા માંગ ઉઠાવી હતી.
વ્યારા તાલુકાના ડોલવણના પાટી ગામે નિશાળ ફળિયામાં રહેતા ઉમેશભાઈ રામજીભાઈ પટેલની ગામમાં સરવે નં પ૦-પ૧ નંબરની જમીન આવેલી છે. જે જમીનમાં છેલ્લા કેટલાય સમયથી અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ખેતરમાં રાત્રિ દરિમયાન રોપેલ આંબાના વૃક્ષો, તારના કમ્પાઉન્ડ અન્ય છોડોને વારંવાર કાપી જે અંગે ખેડૂત ઉમેશભાઈ પટેલ દ્વારા ગતરોજ ડોલવણ આઉટ પોસ્ટ ખાતે લેખિત અરજી આપી રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ખેતરમાં નુકસાન કરી ખેડૂતને હેરાન કરતાં અસામાજિક તત્વોને ઝડપી પાડી પગલાં ભરે એવી માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો