તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વ્યારા સુગર કામદાર યુનિયન દ્વારા વેતન મુદ્દે રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા સુગર કામદાર યુનિયન દ્વારા વેતન મુદ્દે રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા કલેક્રટરને આવેદનપત્ર આપતું
કામદાર યુનિયન
ભાસ્કર ન્યૂઝ. વ્યારા
ઉકાઈ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ખુશાલપુર તા. વ્યારાના કાકરાપારના કુલ ૬૪પ કામદારોને કામનો બાકી પગાર જાન્યુઆરી ૨૦૧૩થી જાન્યુઆરી ૨૦૧૪ સુધી આપ્યો નથી જેથી કામદારો અને કુટંબજનો ભુખે મરી રહ્યાં છે.
કામદારોને સને ૧૯૯૧થી લઘુત્તમ વેતન અને સને ૧૯૯૬ બાકી હકોના નાણાં પણ આજદિન સુધી આપ્યા નથી આ બાબતે બંને પક્ષકારોને રૂબરૂ બોલાવી કામગારીને બાકી પગાર અન્ય નાણાંકીય લાભો અપાવવા નાયબ મજૂર કમિશનર સુરત તથા ફેક્ટરી ઈન્સ્પેક્ટર સુરતને રૂબરૂ બોલાવી આ ફરિયાદનો કાયમી ધોરણે હલ કરવા દક્ષિણ ગુજરાત સુગર કામગાર યુનિયન દ્વારા આજરોજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અર્જુનસિંહ રાઠોડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઉકાઈ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ખુશાલપુરા, તા. વ્યારા જિ. તાપીના આ કારખાનાનું ૪૦થી ૩પ વર્ષથી ચાલુ છે. આ કારખાનામાં ૯૯ ટકા આદિવાસી તથા અનુસુચિત જાતિ અને જનજાતિ કામદારો કામ કરે છે. અને કુલ ૨૨૦૦૦ ખેડૂતો છે અને જેને પૈસાથી આ કારખાનું સ્થાપિત થયું છે. આ કારખાનામાં અવાર નવાર કારખાનાની શરૂઆતથી આજદિન સુધીમાં કેટલીય મેનેજિંગ કમિટિ સભ્યોની નિમણૂક થઈ ચૂકી છે.
હાલમાં મેનેજિંગ ડિરેક્ટર કમલેશ શાહ અને ચેરમેને પ્રતાપભાઈ ગામીત છે અને આ સુગર ફેક્ટરીના કમિટી સભ્યો છે. જેઓ આ મિલની દેખરેખ રાખે છે. આ કારખાનામાં કાયમી કામદારો ૩૩પ, સિઝન કામદારો ૧૭૦, ડેઈલી વેજીસ કામદારો ૭૦ તે ઉપરાંત લેબર કોન્ટ્રાક્ટરના કામદારો મળી કુલે ૬૪પ કામદારો કામ કરી રહ્યાં છે. આ કારખાનાનું માહે ઓક્ટોબર ૨૦૧૩માં ચાલુ થતાં શેરડી પિલાણ ખાંડ ઉત્પાદન થવાનું કામ આજદિન માહે ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી કામદારો બાકી પગારની અને અન્ય હકોની માંગણી કરવા કોઈ જવાબ આપતાં નથી કે બાકી પગાર કે અન્ય હકો આપવા બાબતે કોઈ નોટીસ પણ કારખાનામાં લગાડતા નથી.
આ કારખાનાના મેનેજમેન્ટ કામદારોના માસિક પગારમાંથી પીએફ નાણાં કાપી લઈ કામદારનો અને માલિકનો ફાળો પીએફ કચેરીમાં ભર્યા નથી. ત્યારે વ્યારા સુગર ફેક્ટરીના કામદારોને તાકીદે પગાર મળતો થાય અને તેમની સમસ્યાનું તાકીદે સમાધાન થાય તેવા પ્રયાસો કરવાની માગ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો