• Gujarati News
  • ભોળાનાથની ભક્તિમાં લિન બન્યાં ભક્તો

ભોળાનાથની ભક્તિમાં લિન બન્યાં ભક્તો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ : સુરત જિલ્લામાં આજરોજ શિવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ અતિપ્રાચીન પૌરાણીક શિવાલયોમાં ધાર્મિ‌ક કાર્યક્રમો સાથે વાતાવરણ શિવમય બન્યું હતું. દિવસ દરમિયાન ચાલેલ વિવિધ પૂજા બાદ રાત્રિના સમયે ભગવાન શંકરને ઘીનું કમળ અર્પણ કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. સુરત જિલ્લાના વિવિધ પ્રાચીન શિવાલયો કેદારેશ્વર, ગલતેશ્વર, વાઘેચા, ગાયપગલા સહિ‌તના મંદિરોમાં શિવરાત્રિના પવિત્ર દિને શિવભક્તોએ શિવલિંગ પર અભિષેક કરી શિવજીની આરાધના કરી હતી. છેલ્લા ઘણા દિવસથી શિવરાત્રિની ઉજવણી માટે તૈયારીઓમાં મંડી પડયા હતાં. મંદિરોમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન શંકરની ચાર પહરની પૂજા બાદ શિવજીને ઘીનું કમળ અર્પણ કરવામાં આવ્યું હતું.