તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વ્યારા વાલોડમાં મહા શિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી ((પેટા ))

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા- વાલોડમાં મહા શિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી ((પેટા ))

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વ્યારા, કડોદ
મહાવાશિવરાત્રિ પર્વ હોવાથી સુરત અને તાપી જિલ્લામાં શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી પંથકના શિવાલયોમાં શિવારાત્રિ નિમિત્તે ભક્તોની ભીડ જામી ભગવાન શિવના દર્શન માટે લાંબી લાઈનો લગાવી શિવલિંગની પૂજા અર્ચના કરી ધન્યતા
મેળવી હતી. વ્યારાના વિવિધ શિવાલયો સાથે પંથકના બાલપુર ગામના કદમેશ્વર મહાદેવના મંદિર મેળો ભરાતા ભક્તોના ઘોડાપુર ઉમડયું હતું.
સુરત જિલ્લામાં આજરોજ શિવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ અતિપ્રાચીન પૌરાણીક શિવાલયોમાં ધાર્મિ‌ક કાર્યક્રમો સાથે વાતાવરણ શિવમય બન્યું હતું. દિવસ દરમિયાન ચાલેલ વિવિધ પૂજા બાદ રાત્રિના
સમયે ભગવાન શંકરને ઘીનું કમળ અર્પણ કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સુરત જિલ્લાના વિવિધ પ્રાચીન શિવાલયો કેદારેશ્વર, ગલતેશ્વર, વાઘેચા, ગાયપગલા સહિ‌તના મંદિરોમાં શિવરાત્રિના પવિત્ર દિને શિવભક્તોએ શિવલિંગ પર અભિષેક કરી શિવજીની આરાધના કરી હતી. છેલ્લા ઘણા દિવસથી શિવરાત્રિની ઉજવણી માટે તૈયારીઓમાં મંડી પડયા હતાં. મંદિરોમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન શંકરની ચાર પહરની પૂજા બાદ શિવજીને ઘીનું કમળ અર્પણ કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે આવેલ વિવિધ શિવાલયો સ્મશાન નજીક આવેલા મનકામેશ્વર મહાદેવ, મહાદેવ સો મિલ નજીક નમદેશ્વર હાઈવે આવેલ પૂણ્ર્‍ોશ્વર મહાદેવ, બાલપુરના કદેમેશ્વર મહાદેવ સહિ‌ત વાલોડ નગર ખાતે પુલના કિનારે આવેલ મહાદેવના મંદિર સહિ‌ત વિવિધ
મંદિરોમાં વહેલી સવારથી શિવરાત્રિ નિમિત્તે શિવાલયોને શણગારવામાં આવ્યા હતાં.
વહેલી સવારથી શિવજીના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહી દર્શન કરયા હતાં. શિવાલયોમાં આજે વહેલી સવારથી મહાપૂજા, આરતી અને હોમ હવન કાર્યક્રમોનું આયોજન સાથે ધાર્મિ‌ક કાર્યક્રમોને કારણે શિવાલયો હરહર મહાદેવના નામથી ગુંજી ઉઠયા હતાં. દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે મોડી સાંજે પણ ભીડ યથાવત રહ્યો હતો. વિવિધ શિવાલયોમાં ઘીના કમળોને અર્પણ કરાયા હતાં. તેમજ અલૌકીક ર્તીથ ધાર્મ તરીકે ગણાતા બાલપુરના કર્દમેશ્વર મહાદેવના મંદિરે મેળાનું આયોજન કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો