Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ પંથકના શિવાલયોમાં હરહર ભોલેની ગુંજ ઉઠી
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
ભગવાન શંકરના પવિત્ર પર્વ એવી મહાશિવરાત્રિની સોનગઢ પંથકમાં પણ દબદબાભેર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે શિવાલયોમાં હરહરભોલાની ગુંજ સાથે ભક્તોએ ભોલેનાથને રીઝવવાના નજરે પડયા હતાં. શિવરાત્રિ નિમિત્તે ગૌમુખ મહા મંદિરે વિશાળ મેળો ભરાયો હતો. આ મેળામાં સોનગઢ, વ્યારા, નવાપુર તથા સુરત વગેરે સ્થાનોથી આવેલા લોકોએ આનંદ માણ્યો હતો.
સોનગઢ પંથકમાં આવેલ શિવમંદિરોને આ પ્રસંગે રોશનીથી શણગરાવમાં આવ્યા હતાં. અતિપ્રાચીન એવા ગૌમુખ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયો હતો. આ પ્રસંગે ગૌમુખ પરિસરમાં મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં ખાણી પાીણીના સ્ટોલ સહિત રમકડા અને વિવિધ પ્રકારની ગેમ પણ જોવા મળ્યા હતાં. મંદિરના કર્તાહર્તાઓ દ્વારા સ્વંયંસેવકોની વરણી કરી એમના મારફત વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સોનગઢ પોલીસ દ્વારા મેળાને સ્થળ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ તાપી નદીના કિનારે આવેલ સૂર્ય તાપેશ્વર મંદિરે પણ ભંડારાનું આયોજન કરાયું હતું. સોનગઢ જાગનાત મહાદેવ નાગનાથ મહાદેવ સીતારામ મંદિર, પારેખ ફળિયામાં તથા રાણીઆંબા ગામે આવેલ રામેશ્વર ધામમાં, પથરાડાખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરોમાં પણ શિવરાત્રિની ઉજવણી થઈ હતી.