તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મલેકપોર ગામે ૧૭ હજારની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેકપોર ગામે ૧૭ હજારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: મલેકપોર ગામે આવેલ પાદર ફળિયામાં ગત રાત્રિ દરમિયાન એક મકાનના પાછળના ભાગેથી રસોડાની આવેલી બારીની લોખંડની ગ્રીલ ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરના કબાટમાં મુકેલ ૧૭ હજાર રૂપિયાની ચોરી તસ્કરોએ કરી જવાની ઘટનાએ ચકચાર મચી
ગઈ હતી. પલસાણા તાલુકાના મલેકપોર ગામે આવેલ પાદર ફળિયામાં રહેતા ગુલામ મોયુદ્દીન રસુલ મલેક ગતરાત્રે તેના મકાનમાં પરિવારના સભ્યો સાથે સૂતા હતાં. તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના પાછળના ભાગેની રસોડાની બારીની લોખંડની ગ્રીલ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરના સભ્યો અલગ અલગ રૂમમાં સૂતા હતાં.
દરમિયાન વચ્ચેના રૂમમાં મુકેલ કબાટ ખોલી નાંખી કબાટના ખાનમાં મુકેલા રોકડા ૧૭૦૦૦ રૂપિયાની ચોરી કરી ગયા હતાં. સવારે જ્યારે ઘરના સભ્યો જાગ્યા હતાં ત્યારે ઘરનો કબાટ ખુલ્લો જણાયો હતો અને સામાન વેરવિખેર પડેલો હતો. ઉપરાંત રસોડાની બારીની ગ્રીલ ખુલ્લી જણાતા ઘરમાં ચોરી થઈ હોવાની હકીકત ધ્યાનમાં આવતાં ઘર માલિક ગુલામ મોયુદ્દીન મલેકે પલસાણા પોલીસમાં જાણ કરી હતી. પીએસઆઈ ઝેડ. એન. ઘાસુરા સહિ‌ત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો