• Gujarati News
  • માંડવી તાલુકામાં મહિ‌લા ફોરેસ્ટરે છલાંગ મારી લાકડાંચોર દબોચ્યો

માંડવી તાલુકામાં મહિ‌લા ફોરેસ્ટરે છલાંગ મારી લાકડાંચોર દબોચ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. માંડવી
માંડવી વનવિભાગમાં લાકડાંની હેરાફેરી થતી હોવાની શંકાને આધારે રાઉન્ડ ફોરેસ્ટર અશ્વિનાબહેન પટેલે સ્ટાફ સાથે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોચ રાખી હતી. શંકા પાકી થતાં જ અને એક પીકઅપમાં સાગી લાકડાં ભરવામાં આવતાં હોવાનું દેખાતા જ તેઓએ બે લાકડાંચોરને ઘેરી લીધા હતા. પીકઅપના ચાલકને શંકા જતાં જ તેણે સાથીદાર સાથે વાહન હંકારી મૂક્યું હતું. દરમિયાન અશ્વિનાબહેને ફિલ્મી ઢબે ચાલુ પીકઅપ પર છલાંગ મારી લટકી ગયા હતા અને ડ્રાઈવરને ં દબોચી લીધો હતો. દરમિયાન પીકઅપની ચાવી કાઢી નાંખતા વાહન થોડું રનિંગ કરી ત્યાં જ ઉભુ રહી ગયું હતું જ્યારે આ બધામાં ગાડીમાં બેઠેલો એક લાકડાંચોર ભાગી છૂટયો હતો અને પીકઅપમાં તપાસ કરતાં તેમાંથી ૭ નંગ અને ડ્રાઈવરની પૂછપરછમાં બહાર આવેલી વિગતો થકી નજીકની ખાડીમાંથી બીજા ૧૭ નંગ મળી કુલ ૨૨ નંગ સાગી લાકડાંની સાઈઝ ઝડપી પાડી હતી.
આમ છેલ્લા ઘણાં સમયથી હાથતાળી આપતાં લાકડાંચોર ઈસમને ઝડપી પાડવામાં જીવ સટોસટનો ખેલ ખેલનારા અશ્વિનાબહેનની બાહોશી જોઈને સ્ટાફ પણ દંગ રહી ગયો હતો.