• Gujarati News
  • કીમમાં માર્ગ પર ટ્રક સાથે અથડાયા બાદ ટેમ્પો ગટરમાં ખાબકતા બચ્યો

કીમમાં માર્ગ પર ટ્રક સાથે અથડાયા બાદ ટેમ્પો ગટરમાં ખાબકતા બચ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ નગરથી ચાર રસ્તા વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ ઉપર વહેલી સવારે પૂરપાટ દોડતો એક ટેમ્પો ((ડીએલ -૦૯ કે- ૯૯પ૪)) જીઆઈડીસીમાંથી કંપનીના માલસામાન ભરેલા કાટુર્‍ન લઈને જઈ રહ્યો હતો. આ સમયે પાછળથી પૂરપાટ દોડી રહેલી ટ્રક-ટ્રેલર ((જીજે-૮ ઝેડ -૯૦૭૦))ની ટક્કર લાગતાં બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જા‍યો હતો. આ અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર ક્લીનરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી, પરંતુ બંને વાહનો પૈકી ટેમ્પો વધુ ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં ટેમ્પો રસ્તા સાઈડે આવેલ નાળાની નાની દીવાલ સાથે અથડાઈ ગયો હતો, જેને પગલે ટેમ્પો સીધો ગટરમાં ખાબક્યો હતો. અકસ્માત બાદ લોકો ટોળુ ઘટના સ્થળે એકત્ર થઈ ગયું હતું. તસવીર દત્તરાજસિંહ ઠાકોર