તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડમ્પર અડફેટે બાઈકસવાર બેનાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પર અડફેટે બાઈકસવાર બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાયણ-ટકારમા
ઓલપાડ તાલુકાના અછારણ ગામથી સાંધિયેર ગામ તરફ આવતા ડમ્પરના ચાલકે રોંગ સાઈડ પર ડમ્પરને પૂરઝડપ ભેર હંકારી સામેથી આવતી મોટરસાઈકલને અડફેટમાં લઈ અકસ્માત કર્યો હતો, જેમાં મોટરસાઈકલ ચાલક સહિ‌ત પાછળ સવાર આમ બંનેને ગંભીર ઈજાઓ થતાં બંને વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું.
વિગતવાર મહિ‌તી મુજબ ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામથી અછારણ ગામ તરફ મોટરસાઈકલ નં ((જીજે-પ એમ-૩૬૪૩)) પર મોટરસાઈકલ ચાલક ભવાનસિંહ અનુપસિંહ પઢીયાર ((પ૮)) ((રહે. ગોલા ગામ ઓલપાડ)) અને તેની પાછળ સવાર હસમુખભાઈ મોહનભાઈ પરમાર ((૪પ)) ((રહે. વમલેશ્વર ગામ હાંસોટ)) બંને ઈસમો પોતાના ઘરે પરત જતી વખતે સાંધીયેર ગામની સીમમાં અછારણ ગામ નજીક પહોંચ્યા હતા. આ સમયે અચાનક અછારણ ગામથી સાંધીયેર ગામ તરફ રોંગ સાઈડ પર પૂરઝડપભેર આવતા ડમ્પર ((જીજે-પ એસી-૨૨૭૭))ના ચાલકે ગફલતભરી રીતે ભગાડી સામેથી આવતી મોટરસાઈકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જા‍યો હતો.
અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક અને તેની સાથે સવાર બંને ઈસમોને ગંભીર ઈજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે ઘટના જોનાર પાસેથી જાણવા મળેલી માહિ‌તી મુજબ રોંગ સાઈડે આવેલ ડમ્પરના ચાલકે અકસ્માત કરીને મોટરસાઈકલને ૧૦૦ ફૂટથી વધુ ઘસડી જતાં અકસ્માતના કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જા‍યા હતાં.
જ્યારે ડમ્પરે મોટરસાઈકલને અડફેટમાં લેતા બે યુવાકના મોત થવાની ઘટના બાબતે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે. આ બનાવને પગલે ઓલપાડ વિસ્તારમાં લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો