Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુકરમુંડામાં બસસ્ટેન્ડ બનાવવા માટે દબાણ હટાવ ઝુંબેશ
ભાસ્કર ન્યૂઝ. ઉચ્છલ
નિઝર તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ગામ કુકરમુંડા ખાતે આજરોજ સવારે નવ કલાકે અધ્યતન બસ સ્ટેન્ડ બનાવવા માટે ૧૭ જેટલા પરિવારને બીજી જગ્યો પ્લોટ ફાળવી દબાણ કરેલી જગ્યાનું ડિમોલિશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નિઝર તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવષ્ટિ ગામ કુકરમુંડા ખાતે સરકારના નિયમ અનુસાર નવા અધ્યતન બસ સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં ગત દિવસોમાં કુકરમુંડા ખાતે ૧૭ જેટલા પરિવારો અતિક્રમણમાં વસતા હતાં તેઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં આજરોજ સવારે ૯.૦૦ કલાકે ૧૭ પરિવારો જ્યાં રહેતા ત સ્થળ પર બનાવેલ ઈમારતનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ગ્રુપ ગ્રામ પંચાયતની નોટિસ પ્રમાણે અમૂક પરિવારોએ પોતાના જ ઘરોના પતરા તેમજ ઘરવખરી જાતે ખસેડી હતી. જ્યારે અમૂક મકાનોનું પંચાયત દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
દબાણ હટાવવા માટે તાપી જિલ્લા પોલીસ ડીવાયઅસપી બી. ઝેડ. પટેલ, સીપીઆઈ ડી. ડી. પવાર, નિઝર પઅીસઆઈ તેમજ ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ વનિતાબહેન પાડવી, ડેપ્યુટી સરપંચ સહિત પોલીસકર્મચારી અને આગેવાનોની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન થયું હતું.