તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વ્યારાના ઘાટ ગામેથી ૬૦ હજારના કોપરની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાના ઘાટ ગામેથી ૬૦ હજારના કોપરની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા વ્યારા તાલુકાના ઘાટા ગામની સીમમાં બીએસએનએલ કંપની દ્વારા ફોન સુવિધા માટે ઘાટા ગામથી કાટીસકુવા ગામની સીમમાં જમીનમાં ૩૦૦ મીટર કોપર વાયરો નાંખેલા હતાં. જે ગત થોડા દિવસ પહેલા તસ્કરો દ્વારા ચોરી કરતાં બુધવારે બીએસએનએલ કર્મચારીએ કાકરાપાર પોલીસ મથકે ૬૦ હાજારના વાયરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘાટા ગામે બીએસએનએલ કંપની દ્વારા ફોનની સુવિધા માટે ઘાટા ગામથી કાટીસકુવા ગામમાં ૩૦૦ મીટર કોપરનો કેબલ થોડા મહિ‌ના પહેલા નાંખ્યો હતો. જે ગત જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તસ્કરો દ્વારા જમીનમાં ખાડો કરી અંદર દાટી દીધો હતો. આ કેબલ વાયર ચોરી કરી લઈ જતાં બુધવારે બીએસએસનએલના કર્મચારી સ્થળ પર તપાસ અર્થે જતા આ કેબલ ચોરી થયાનું બહાર આવતાં આજરોજ વ્યારા બીએસએનએલના કર્મચારી રામજીભાઈ સવજીભાઈ ચૌધરી દ્વારા કાકરાપાર પોલીસ મથકે ૬૦ હજારની કોપરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો