Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાઘેચામાં પુલનું કામ આખરે શરૂ
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
બારડોલીના ખોજ- વાઘેચા રોડ પરનો પુલ દોઢ વર્ષ પહેલા તૂટી ગયો હતો. જે અંગે રજૂઆત કરવા છતાં સિંચાઈ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદારી સ્વીકારવાના આના કાની કરી રહ્યાં હતાં. જેથી અકળાયેલા ગ્રામજનો ભેગા થઈ બારડોલી પ્રાંત કચેરીના નાયબ મામલતદારને આવેદપત્ર આપ્યું હતું. અને ગુરુવાર સુધીમાં કામ ચાલુ કરવામાં ન આવે તો નહેરના દરવાજા બંધ કરી ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે અનુસંધાનમાં બુધવારે સિંચાઈ વિભાગ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે.
બારડોલી તાલુકાના ખોજ પારડી ગામે વાઘેચા રોડ પર ભામૈયા પીરાણ નહેર ડાબા કાંઠા નં ૩ એક્સએલ સુરત બ્રાંચ પરનો વર્ષો જૂનો પુલ દોઢ વર્ષ પહેલા તૂટી ગયો હતો. જેના કારણે ખોજ, પારડી, મોટી ફળોદ, વાઘેચા અને ભામૈયાના રહીશોને સીધી અસર થઈ છે. કોઈ પણ વ્યવહાર હોય ફેરાવો કરવો પડતો હતો. જેતે સમયે સિંચાઈ વિભાગની કચેરી અને માર્ગ મકાન વિભાગમા અનેકવાર લેખિત રજૂઆત કરી હતી. પરંતુ અધિકારીઓએ ધ્યાનમાં લીધુ ન હતું. ઉલ્ટા આ સરકારી બાબુઓ જવાબદારીમાંથી ઉંચા હાથ કરી લીધા હતાં.
ફરિયાદ નિવારણમાં પણ સિંચાઈ અધિકારી દ્વારા ચાલુ સિઝનમાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. પરંતુ કામ ચાલુ કર્યુ ન હતું. ત્યારબાદ ગ્રામજનોએ નાયબ મામલતદાર યોગેશભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આ નહેરના પુલનું કામ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવા જણાવાયું હતું. આ ચીમકીને પગલે બુધવારથી જ સિંચાઈ વિભાગ દ્વારા પુલનું કામ શરૂ કરાયું છે.