તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નંદુરબાર નવાપુર જિલ્લામાં ફરી બરફ પડયોઠંડી વધીઅડધો કલાક સુધી કરા પડવાથી ખેડૂતોના પાકને મોટું ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નંદુરબાર-નવાપુર જિલ્લામાં ફરી બરફ પડયોઠંડી વધીઅડધો કલાક સુધી કરા પડવાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ, પવનથી આંબાના વૃક્ષો ધરાશાયી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવાપુર
ફરી એકવાર ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કેટલીક જગ્યા પર વાતાવરણમાં પલટો આવવાની સાથે બરફ પડતાં આ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા હતાં. નંદુરબાર શહેર તેમજ આજુબાજુના ગામડા ઉપરાંત નવાપુરના ખાનબારા તેમજ મોરકરંજા ગામે બરફ પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ઘઉં, મકાઈ તેમજ મરચાના પાકને નુકસાન થવાની શક્યતા છે. થોડા સમય પહેલા જ એક કલાક સુધી નવાપુર વિસ્તારમાં બરફ પડયો હતો, જેને કારણે ખેડૂતોને ખાસ્સું નુકસાન થયું હતું. હવે ફરી બરફ પડતાં ખેડૂતોને વધુ નુકસાન થવાની ભીતિ છે.
આ અંગે મળતી માહિ‌તી અનુસાર એક મહિ‌ના અગાઉ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરવિસ્તારમાં મોટા પ્રમાણમાં બરફ પડયો હતો, જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. શિયાળો પુરો થવાને આરે છે છતાં આ વિસ્તારના વાતાવરણમાં ફેરફાર થવાની સાથે બરફ પડયો હતો.
નંદુરબાર મુખ્ય શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં અડધો કલાક સુધી બરફ પડયો હતો. ત્યારબાદ મંગળવારના રોજ સાડાચારથી પાંચ વાગ્યાના અરસામાં નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના સુરત ધૂલિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ખાનબારા તેમજ મોરકંરજા ગામે અડધો કલાક સુધી બરફ પડતાં ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.
ઘઉં તથા મકાઈનો પાક તૈયાર થવાને આરે છે ત્યારે બરફ પડવાથી આ પાકન નુકસાન થવાની ભીત છે. વાતાવરણમાં ભારે પવન ફૂંકાવવાને કારણે ખાનબારા ગામે સુરેશ જીવનજીના ખેતરમાં આવેલ એક આંબાનું તોતિંગ વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હતું. કમોસમી વરસાદ અને બરફ પડવાની ઘટનાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું હતું. થોડા સમય પહેલા જ નવાપુર વિસ્તારમાં બરફ પડયો હતો, જેને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો